કેનાલો ખડકાયેલી ગંદકી એ વરસાદ ના પાણીને ગુગડીમા જતા અટકાવ્યા.
પાટણ તા. 15
પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાનો ખર્ચ કરી પ્રી મોન્સુન પ્લાનિંગ તૈયાર કરવામાં આવતો હોય છે. પરંતુ તે પ્રમાણે પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રિમોન્સુન ની કામગીરી ન કરાતા સામાન્ય વરસાદ માજ પાલિકા દ્વારા તૈયાર કરાયેલ આ પ્રિ મોન્સુન ની કામગીરી ઉધાડી પડી જતી હોય છે.
પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે તૈયાર કરાયેલ પ્રિમોન્સુન પ્લાન ફક્ત ચોપડા અને કાગળો ઉપર તૈયાર કરાતો હોય તેવી પ્રતિતી ગુરૂવારે પડેલા વરસાદી ઝાપટા ના કારણે શહેર ના ટેલિફોન એક્સચેન્જ નજીક ની ગુગડી તરફ વરસાદી પાણી ના નિકાલ માટે કાયૅરત કરાયેલા કેનાલ મા ખડકાયેલી ગંદકી ના કારણે તેમજ બ્રહ્માકુમારી સેન્ટર તરફ થી ગુંગડી તળાવની તરફ કેનાલમાં જમા થયેલ કચરાના કારણે આ કેનાલમાં આવતું વરસાદી પાણી નું વહન અટક્યું હતું.
જો પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ કેનાલો ની સફાઈ કરવામાં નહીં આવે તો બ્રહ્માકુમારી રોડ ઉપર આવેલ તમામ સોસાયટીઓ આગામી ચોમાસા ના વરસાદ મા પાણીમાં ગરકાવ થાય તો નવાઈ નહીં તેવો કટાક્ષ પાલિકા ના વિપક્ષ કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાએ કર્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી