સ્ટ્રોંમ વોટરની કામગીરીને લીધે વિસ્તાર ના લોકો મુશ્કેલી મા મુકાયા..
પાટણ તા. 15
નગરપાલિકા તંત્રના પ્રિ મોન્સુન પ્લાન નો ફ્યાસ્કો થયો હોય તેમ શહેરનાટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે થોડા દિવસ પહેલા જ બનાવવા માં આવેલી સ્ટ્રોંમ વોટર ની કુંડીઓનુ સામાન્ય વરસાદ માજ ધોવાણ થવાની સાથે ભૂવાઓ પડવાની સમસ્યાઓ સજૉતા કુડીઓની હલકી ગુણવત્તા ની કામગીરી છતી થવા પામી છે.
પાટણ નગર પાલિકા દ્વારા શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરના આવેલ મિનળપાકૅ સોસાયટી તરફના ત્રણ રસ્તા તેમજ કમૅભૂમી સોસાયટી માગૅ પર ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદ ના પાણીના નિકાલ માટે 13 જેટલી સ્ટ્રોંમ વોટર કુડીઓ બનાવવામાં આવી છે ત્યારે થોડા દિવસ પહેલા જ કમૅભૂમી સોસાયટી પાસે વરસાદી પાણી ના નિકાલ માટે બનાવવામાં આવેલ કુંડીઓ ગુરુવારે સામાન્ય વરસાદમાં તૂટી જવાની સાથે ભુવા પડવાની સમસ્યા સર્જાતા
કુંડીઓ હલકી ગુણવત્તા વાળી બની હોવાની પ્રતિતી થવા પામી છે. હજી થોડા દિવસ જ થયા છે આ કુડીઓ બનાવી તેના અને આ હાલત થઈ છે તો પછી આગામી વરસાદની ભયાનક આગાહી છે તેના કારણે આ કુંડીઓનું ધોવાણ થઈ જશે તેવું જોવા મળી રહ્યું છે. હલકી ગુણવત્તાની આ કુંડીઓ બાબતે વિસ્તારના રહીશોનુ કહેવું છે આ ચેમ્બરો બનતી હતી ત્યારે કોઈ અધિકારી કે નગરપાલિકા તંત્રના કર્મચારી ઓએ ધ્યાન આપ્યું નથી અને કેવું કામ થાય છે તે જોવા શુધ્ધા કોઈ આવ્યું નથી. કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું કામ કરી પૈસા લઈને છુટા થઈ જાય છે ભોગવવાનું આમ જનતાને આવે છે.
આ વિસ્તારમાં વર્ષોથી પાણીના નિકાલનો પ્રશ્ન છે તેનું યોગ્ય નિરાકરણ ક્યારે આવશે તેવું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે તો આવી હલકી ગુણવત્તા વાળું કામ જો આવશે તો પ્રજાના પૈસાનું શું? આવી રીતે જ નગરપાલિકા તંત્ર ના કામ થી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.અને પ્રી મોન્સુન પ્લાનની પોલ ખુલી ગઈ છે.
અહેવાલ યશપાલ સ્વામી