fbpx

પાટણ નવા બસ સ્ટેન્ડ માથી ચોરાયેલ બાઈક ગણતરીના દિવસોમાં ‘બી’ ડીવીઝન પોલીસે ઉઠાવગીરો સાથે ઝડપી લીધું..

Date:

પાટણ તા. 15

પાટણ શહેરના નવા બસ સ્ટેશનમાંથી ચોરાયેલ બાઈક બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં બાઈક ઉઠાવગીરો સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ કરેલ સુચના અનુસાર કે.કે.પંડયા નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર વિભાગ તથા એમ.એ પટેલ પોલીસ ઇન્સ્પેકટર બી ડીવીઝન પો.સ્ટેનાઓની મિલકત સંબંધી ગુના શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પાટણ સીટી બી ડીવીઝન મા નોધાયેલ બાઈક ચોરી ના બનાવના ગુનાના આરોપીને ઝડપી લેવા નેત્રમ કમાંડ એન્ડ કંટ્રોલ પાટણ ના સી.સી ટીવી ફુટેજ મેળવતા શંકમંદ ઇસમ મળી આવતા સદરી ઇસમ બાબતે ખાનગી ભરોસાના બાતમીદારો દ્વારા તપાસ કરાવતાં ચોકકસ બાતમી હકીકત મળેલ કે સદરી ચોરીમા ગયેલ મો.સા. સાથે બે ઇસમો પાટણ ટી.બી.ત્રણ રસ્તા પાસે બેઠેલ છે જે હકીકત આધારે તપાસ કરતાં સદરી શકમંદ ઇસમો મળી આવતા તેઓને પકડી પુછપરછ કરતાં પોતાની પાસેનુ બજાજ ડીસ્કવર મો.સા પાટણ નવા બસ સ્ટેશન ખાતેથી ગઇ તા.7 જુન ના રોજ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ચોરીમાં ગયેલ મો.સા.સાથે આરોપી પિન્ટુજી બેચરજી ઠાકોર રહે.ગુલવાસણા તા.સરસ્વતી જી પાટણ. અને પ્રવિણજી જયંતીજી ઠાકોર રહે.ગુલવાસણા તા.સરસ્વતી જી.પાટણ ની અટકાયત કરી આગળ ની કાર્યવાહી બી. ડિવિઝન પોલીસે હાથ ધરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં ખેતરવસી ના રહીશ ને રૂા.100નું કાર્ડ સ્ક્રેચ કરાવી એ.સી.લાગ્યુ પણ આપ્યું નહીં..

પાટણનાં ખેતરવસી ના રહીશ ને રૂા.100નું કાર્ડ સ્ક્રેચ કરાવી એ.સી.લાગ્યુ પણ આપ્યું નહીં.. ~ #369News

બીપરજોય વાવાઝોડાને પગલે પાટણ પાલિકા પણ એકસન મોડમાં તૈયાર..

બીપરજોય વાવાઝોડાને પગલે પાટણ પાલિકા પણ એકસન મોડમાં તૈયાર.. ~ #369News

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો…

યાત્રા દરમિયાન ૯૦ લોકોનું બીપી અને ડાયાબીટીસ ચેકઅપ કરાયું.. પાટણ...