માગૅ પર ભરાયેલ વરસાદી પાણી નો પણ નિકાલ કરી વિસ્તારની સમસ્યા દૂર કરાઈ..
વોડૅ નં. 1 ના નગર સેવક મનોજ પટેલે સ્થળ પર હાજર રહી સુવ્યવસ્થિત કામગીરી કરાવી.
પાટણ તા. 16
બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર એલટૅ બન્યું છે. ત્યારે પાટણ નગર પાલિકા દ્વારા પણ વાવાઝોડાની સંભવિત અસરો ને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરના કાલીકા બાગ થી રાણકીવાવ તરફ જવાના માર્ગ પર ના કેટલાક ઘટાટોપ વૃક્ષો વાવાઝોડાની અસરમાં ધરાશાયી બને તે પહેલાં તેની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને આવા વૃક્ષો ના નડતરરૂપ ડાળાકાપવાની કામગીરી સાથે વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વોડૅ નં.1 મા આવતાં આ વિસ્તાર ની પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમ્યાન આ વોડૅ ના નગર સેવક મનોજ પટેલે સ્થળ પર હાજર રહી જરૂરી સુચનો આપી સુવ્યવસ્થિત રીતે કમૅચારીઓ પાસે કામગીરી કરાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી