રાધનપુર પો.સ્ટે.ના રાયોટીંગ ના ગુન્હામાં ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને આખરે રાધનપુર પોલીસે ઝડપી લીધો..

પાટણ તા. ૧૫
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્રારા પાટણ શહેર અને જિલ્લા ના વિવિધ પોલીસ મથકોમાં નોધાયેલ ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોઇ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક રાધનપુરના ઓના માર્ગદર્શન હેઠળ તેમજ અમો પો.ઇન્સ. એમ. કે. ચૌધરી નાઓની રાહબરી હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર પો.સ્ટે.ફસ્ટ ગુ. ર. નં-૦૧૮૭/૨૦૦૮ ઇ.પી.કો. ક-૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબના ગુન્હાના કામે ૧૬ વષૅથી નાસતા ફરતા આરોપી નાથાભાઇ કરશનભાઇ દેવીપુજક રહે. રાધનપુર, ભીલોટી દરવાજા તા.રાધનપુર જી. પાટણ હાલ રહે. શ્રી ગણેશ સોસાયટી, શંભાજી ચોક, ઉલ્લાસનગર-૪, મુંબઇને રાધનપુર મુકામે થી ઝડપી તેની સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.