પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના 200 થી વધુ પારંપારિક શિલ્પકારો અને કારીગરોએ કેમ્પ નો લાભ લીધો..
પાટણ તા. 9
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા સોમવારે શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે ના ચંદ્રાવતી હોલમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજના અંતર્ગત સમાજના શિલ્પકારો અને કારીગરો ની સહાયતા માટે અને આ યોજના ના માગૅદશૅન સાથે તેઓના ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ પ્રજાપતિ જ્ઞાતી સમાજ દ્રારા આયોજિત આ કેમ્પમાં પાટણ કલેકટર કચેરી માં ફરજ બજાવતા કમૅચારીઓ દ્રારા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ના 200 થી વધુ શિલ્પકારો અને કારીગરો નું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કેન્દ્રીય યોજનાની રૂ।.3 લાખની જામીન વગરની લોન મેળવવા માટેની જાણકારી આપવામાં આવી હતી.
આ યોજના નો લાભ મેળવવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના શિલ્પકારો અને કારીગરોએ પોતાના જરૂરી ડોકયુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશન કાર્ડ, આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર, સેવિંગ્સ બેંક ખાતાની ચોપડી, પરીવારના તમામ સભ્યોના આધારકાર્ડ સાથે ઉપસ્થિત રહી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી યોજના વિષે માહિતી મેળવી પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્રારા આયોજિત કેમ્પની સરાહના કરી હતી.
કેમ્પ ને સફળ બનાવવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ધર્મેશ પ્રજાપતિ,યશપાલ સ્વામી, ગિરીશ પ્રજાપતિ, નિરૂભાઈ પ્રજાપતિ,દશરથભાઇ પ્રજાપતિ,મુકેશભાઇ પ્રજાપતિ,નવિન પ્રજાપતિ,કનુભાઇ ઝવેરી,મહેશભાઇ પ્રજાપતિ, મણીભાઈ સ્વામી સહિત સમાજના આગેવાનો,યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી