વાવાઝોડા ના કારણે રોડ પર પડેલા વૃક્ષોને પ્રમુખે સ્થળ પર ઊભા રહી દૂર કરાવવાની કામગીરી હાથ ધરાવી..
પાટણ તા. 16
અરબી સમુદ્ર માંથી ઉદભવેલા બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાંથી પસાર થનાર હોઇ અને પાટણ જિલ્લા માં ભારેથી અતિભારે વરસાદની મૌસમ વિભાગ દ્રારા આગાહી કરવામાં આવેલ હોય જિલ્લા વાસીઓને કોઇ અગવડ ન પડે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં પરિવારોની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા તાલુકા વાર તૈયાર કરવામાં આવેલ આશ્રયસ્થાાનો પૈકી વિવિધ આશ્રય સ્થાનોની શુક્રવારે જિ.પં.પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
પોતાની મુલાકાત દરમિયાન આશ્રય સ્થાનમાં રાખવામાં આવેલ પરિવારો સાથે પ્રમુખે વાતચીત કરી આશ્રય સ્થાનોમાં આવેલ પરિવારોને પુરતું ભોજન અને પાણી મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓ કર્મચારીઓેને ખાસ સુચના આપી આશ્રયસ્થાનોમાં સ્થાળાંતર કરેલ પરિવારોના બાળકો માટે દુધની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામા આવી હતી.
અસરગ્રસ્ત પરિવારો બાકી હોય તો સત્વરે તેમને સ્થળાંતર કરવાની પણ સુચનાઓ આપી તમામ અસરગ્રસ્ત પરિવારોને આ કુદરતી આપતિ સામે જોમ જુસ્સા સાથે લડી લેવા તેઓએ હુંફ આપી આ વિકટ પરિસ્થિતિ માંથી સહુ પરિવારો સુરક્ષિત અને સલામત રહે તેવી ભાવના વ્યક્ત કરેલ હતી.
તો ભયંકર વાવાઝોડાના પગલે ધરાશયી થયેલ વૃક્ષો હટાવી રસ્તાઓ ખુલ્લા કરાવવાની કામગીરી ઝડપી બનાવવા વન વિભાગના તમામ અધિકારીઓને પણ સુચના આપી ધરાશયી થયેલ વૃક્ષો હટાવવાની કામગીરી અંગે પ્રમુખે જાતે જ રોડ ઉપર ઉભા રહી વૃક્ષો હટાવવાની કામગીરી કરાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી