fbpx

વાહન ચોરી તથા પાર્ક કરેલ વાહનો માંથી બેટરી ચોરી કરનાર રીઢા ચોરને પાટણ પોલીસે દબોચી લીધો..

Date:

ચોરીના 2 એક્ટિવા તથા ચોરીની અલગ અલગ કંપનીની બેટરીઓ નંગ 12 મળી કી રૂ 1,40 લાખ નો મુદામાલ જપ્ત કરાયો..

પાટણ તા. 19
છેલ્લા એક મહિનાથી હારીજ ગંજ બજારમાં ખેત પેદાશ વેચવા આવતા ખેડૂતોના ગંજ બજારમાં પાર્ક કરેલા ટ્રેકટર માંથી બેટરી ચોરીના બનાવો બનેલા જે અનુસંધાને હારીજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવેલ જે મિલકત સબંધી ગુન્હા ઓ વણસોધાયેલ હોય પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા વિશાખા ડબરાલ ઈ. ચા. પોલીસઅધિક્ષક,પાટણ નાઓએ ગુન્હો આચરનાર ચોરને પકડી મુદ્દામાલ રિકવર કરવા સારૂ કરેલ સુચના આધારે ડી.ડી.ચૌધરી ના.પો.અધિ. રાધનપુર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી ચોરીના સ્થળની આજુબાજુના સીસીટીવી તેમજ શકદારોની તપાસ કરી ચોરી કરનાર ઇસમની ઓળખ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પકડાયેલ આરોપી ની પોલીસે પુછપરછ કરતાં તેને પોતાનું નામ કીરીટભાઇ ઉર્ફે કીર્તી હરગોવનભાઇ હેમરાજ ભાઇ જાતે પટેલ ઉ.વ.૩૬ રહે.રાધનપુર માંડવીવાસ તા.રાધનપુર જી.પાટણવાળો હોવાનું જણાવ્યું હતું પોલીસે આરોપી પાસેથી GJ-02-AM-3007 નંબરનું એક્ટિવા કી રૂ 40000( એક્ટિવા ચોરી બાબતે મહેસાણા એ ડી વી પો સ્ટે ખાતે ગુન્હો દાખલ થયેલ છે ), GJ 02AL3149 નબરનું ઈટરનો કી રૂ 40000(ચોરી બાબતે મહેસાણા શહેર બી ડી પો સ્ટે ખાતે મુજબનો ગુન્હો દાખલ થયેલ છે),EXIDE ,AMRON, ALTEN કંપનીની ટ્રેકટર તથા અન્ય વાહનોની બેટરીઓ નંગ 12 કી રૂ 60000( બેટરી ચોરી બાબતે હારીજ પોલીસ સ્ટેશન ખાતે ૩ ગુન્હાઓ રજીસ્ટર થયેલ છે),રીયલ મી કંપનીનો એનરોઇડ મોબાઇલ કિ રૂ ૧૦, ૦૦૦/-પોલીસે કબ્જે કયૉ છે તો આરોપી નો ગુન્હાહિત ભૂતકાળ જોતા તેને વિસનગર ટાઉન પો સ્ટે ફ ગુ ર નં 11/2014 ઈ. પી. કો ક 379 અને ગાંધીનગર સેકટર 07 પોસ્ટે ફ ગુ ર નં 260/2014 ગુન્હા કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

પકડાયેલ આરોપીની પોલીસે વધુ પૂછપરછ કરતાં આરોપી છેલ્લા ઘણા સમયથી ગંજ બજાર, હાઇવે પર તથા બસ સ્ટેન્ડ વિ જગ્યા એથી પાર્ક કરેલા ટ્રેકટર, છોટા હાથી રીક્ષા જેવા ફોરવ્હીલ વાહનોની બેટરી તથા મહેસાણા જિલ્લામાંથી વાહન ચોરી કરતો હોવાની કબૂલાત કરેલ છે આરોપીની પૂછ પરછ દરમિયાન પોતે સમી ગંજબજાર માંથી 01 , ચાણસ્મા ગંજ બજારમાંથી 01 પાટણ શહેર તથા ગંજ બજારમાંથી 07 ઊંઝા ગંજ બજારમાંથી 05 તથા હારીજ બસ સ્ટેન્ડ અને ગંજ બજારમાંથી 07 તથા મહેસાણા જિલ્લામાંથી 2 એક્ટિવાની બેટરી ચોરી કરેલ ની કબૂલાત કરેલ છે. પકડાયેલ આરોપી મહેસાણા થી ચોરી કરેલ એક્ટિવા પર આવી પાટણ જિલ્લામાં આવેલ ખાસ કરીને ગંજ બજારમાં પાર્ક કરેલ ટ્રેકટરની બેટરી ચોરી કરી તે જ વિસ્તારના ભંગારવાળાને ત્યાં વેચી દેતો હતો તેમજ એક્ટિવા બસ સ્ટેન્ડ માં મૂકી પોતે બસ માં બેસી ઘરે જતો હતો.પકડાયેલ આરોપીએ અન્ય કેટલી વાહન ચોરી, બેટરી ચોરી તથા અન્ય કોઈ ચોરી કરેલ છે કે કેમ તે બાબતે વધુ પૂછપરછ હારિજ પોલીસ દ્વારા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા પોલીસ તથા ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠક મળી…

પાટણ શહેરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરાતા હોવાના કારણે ટ્રાફિકની...

પાટણના નવીન બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લેતા ડો.રાજુલ દેસાઈ..

પાટણના નવીન બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લેતા ડો.રાજુલ દેસાઈ.. ~ #369News