fbpx

રાધનપુર ગાંધી ચોક પાસેના દેવીપુજક વાસમાં 100 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં..

Date:

સુસવાટા બંધ પવનમાં મકાનો ના પતરા ઉઠયા,અસંખ્ય વૃક્ષો ધરાશાયી બન્યા…

જિલ્લા પ્રસાસન અને NDRF ટીમની પ્રસંશનીય કામગીરી..

પાટણ તા. 17

બિપરજોય વાવાઝોડાની પાટણ જિલ્લામાં સૌથી વધુ અસર રાધનપુર પંથકમાં જોવા મળી છે.

છેલ્લા બે દિવસથી રાધનપુર પંથકમાં સુસ્વાટા બંધ પવન સાથે મુશળધાર પડી રહેલા વરસાદના કારણે ઘરોમાં પાણી ભરવાની સાથે ઠેર ઠેર વૃક્ષો ધરાશાય બનવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે

જેના કારણે પંથકના લોકોની મુશ્કેલી વધી રહી છે છતાં જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફ ટીમ ના જવાનોની રાહત બચાવવાની કામગીરી સહાનીય બની છે.

બીપરજોય વાવાઝોડાની રાધનપુર મા સૌથી વધુ અસર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસ થી રાધનપુર શહેર સહિત પંથકમાં સુસ્વાટ બંધ પવન સાથે મૂશળધાર વરસતા વરસાદ ના કારણે રાધનપુર શહેરમાં આવેલ ગાંધીચોક પાસેના દેવીપુજક વાસમાં 100 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે

તો વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા કેટલાક મકાનોના પતરા ઉડ્યા છે જેના કારણે કેટલાક મકાનોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

તો વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી બન્યા છે. રાધનપુર ખાતે 24 કલાકની અંદર 172 મીમી વરસાદ ખાબક્યો છે તો શનિવારે સવાથી જ રાધનપુર શહેર સહિત પંથકમાં વરસાદ ચાલુ છે.

ત્યારે પાટણ જિલ્લા પ્રસાસન સહિત એન ડી આર એફ ની ટીમના જવાનોને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી સરાહનીય બનવા પામી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા ચૈત્રી માસ નિમિત્તે સમૂહ ગરબાનું આયોજન કરાયું..

પાટણ શહેરના તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા ચૈત્રી માસ નિમિત્તે સમૂહ ગરબાનું આયોજન કરાયું.. ~ #369News

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ના માતૃશ્રી નું ટુકી માંદગી બાદ અવસાન થયું.

સ્વ. ની અંતિમયાત્રા મા રાજકીય, સામાજિક આગેવાનો એ જોડાઈ...

પાટણ જિલ્લામાં અનુ. જાતિ વિકાસ ની મહેકમ મુજબના સ્ટાફ સાથે ઓફિસ કાયૅરત કરવા રજુઆત કરાઇ..

પાટણ તા. 9પાટણ જિલ્લામા ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન...