બાસ્પા આરોગ્ય કેન્દ્ર ના તબીબી સહિત સટાફ દ્રારા મહિલા અને તેના પરિવાર માટે જમવાની પણ વ્યવસ્થા કરાઈ..
પાટણ તા. 17
બિપરજોય વાવાઝોડાની પાટણ જિલ્લામાં સૌથી વધારે અસર રાધનપુર અને વઢીયાર પંથકમાં જોવા મળી છે. આવા ભયાનક વાવાઝોડા અને વરસાદ મા પણ પાટણ જિલ્લા પ્રસાસન ની કામગીરી સરાહનીય બનવા પામી છે.ત્યારે આવા વાતાવરણ વચ્ચે બાસ્પા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબ સહિત ના સ્ટાફ દ્વારા માંડવી ગામની પ્રસવ વેદના ભોગવતી મહિલાને આરોગ્ય કેન્દ્રમાં લાવી લાઈટો ન હોય બેટરીના પ્રકાશ વચ્ચે તેની નોમૅલ ડિલિવરી કરાવી મહિલાને પીડા મુક્ત કરી નવજીવન બક્ષ્યું હતું.
બિપરજોય વાવાઝોડાનાઆવા વાતાવરણ વચ્ચે માંડવી ગામ ના ભંગી પ્રેમિલાબેન ને ડિલિવરી નો દુખાવો ઉપડતા તેણીને વાવાઝોડા અને ચાલુ વરસાદમાં માડવી એફ એચ ડબલ્યુ ના સોનલબેન દ્રારા બાસ્પા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યાં હતાં.પરંતુ વાવાઝોડા અને વરસાદ ના કારણે આરોગ્ય કેન્દ્ર મા લાઈટ બંધ હોય બાસ્પા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે બેટરી ના પ્રકાશ વચ્ચે ડો. આશિષ દરજી, આશાબેન પટેલ દ્વારા મહિલાની નોમૅલ ડિલિવરી કરાવી માતા અને બાળક ને નવજીવન બક્ષતા મહિલા ના પરિવારજનો મા ખુશી છવાઈ જવા પામી હતી. બાસ્પા આરોગ્ય કેન્દ્ર ના ડોકટર સહિત ફરજ પરના સ્ટાફ દ્વારા મહિલા સહિત તેમના પરિવારજનો માટે જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવતા પરિવારે બાસ્પા આરોગ્ય કેન્દ્ર ના ડોકટર સહિત સ્ટાફ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.