google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ વરસાદી વન દિન ની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 22
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે પર્યાવરણીય શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આપણા ગ્રહની ઇકોસિસ્ટમ્સ પ્રત્યે જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે તા. ૨૨ જૂન ૨૦૨૩ ના રોજ વિશ્વ વરસાદી વન દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ થી વધુ જાહેર જનતાએ ભાગ લીધો હતો.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ આજના દિન ના મહત્વ વિશે જણાવ્યુ કે આ વર્ષની થીમ છે “સંરક્ષણ કરો. પુનઃસ્થાપિત. પુનર્જીવિત કરો”. તે વરસાદી જંગલોના મહત્વ અને તેની ઉપચાર શક્તિને સંપૂર્ણ રીતે દર્શાવે છે. સ્વસ્થ અને સમૃદ્ધ ગ્રહને સુનિશ્ચિત કરવા માટે, આપણે ઇકોસિસ્ટમ્સની પુનઃપ્રાપ્તિમાં મદદ કરવાની જરૂર છે જે અધોગતિ પામી છે.

અથવા નાશ પામી છે. ત્યારબાદ સહભાગીઓ એ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને ૫-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી આનંદ વ્યકત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા..

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા.. ~ #369News

પાટણ શહેર ભાજપ દ્રારા પરંપરાગત રીતે પાટણ કા રાજા ગણેશ મહોત્સવ નો પ્રારંભ કરાયો..

લક્ષ્મી નગર ખાતેના યજમાન પરિવાર ને ત્યાંથી પાટણ કા...

પાટણ નગરપાલિકા જુનિયર ટાઉન પ્લાનર તરીકે નો ચાર્જ ડી પી પટેલને સોપવામાં આવ્યો..

પાટણ શહેરની ટીપી અને ડીપી ની પ્રક્રિયા ઝડપી બનશે...