fbpx

અનંત હષૅ ભગવાનદાસ મેમોરીયલ ટ્રસ્ટ જુનામાંકાં દ્રારા હારીજ તાલુકા ના વિધાર્થીઓને સન્માનિત કરાયા..

Date:

પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે વિદ્યાર્થીઓ એ આગળ વધવા પ્રયત્ન શિલ રહેવું જોઇએ: ડો. પટેલ..

પાટણ તા.22
શ્રી અનંત હષૅ ભગવાનદાસ મેમોરીયલ ટ્રસ્ટ જુનામાંકાં દ્રારા રામમઢી જુનામાંકાં ખાતે હારીજ તાલુકા ની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક થી ત્રણ નંબરે આવનાર વિદ્યાર્થીઓનો સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ ગુરૂવારે જાણીતા ઉધોગપતિ ડો,એન પી પટેલ વેસ્ટર્ન એગ્રી સિડ્સ લી ગાંધીનગરની ખાસ ઉપસ્થિત મા આયોજિત કરવામાં આવ્યો હતો. વિદ્યાથીઓ ને સંબોધતા એન. પી. પટેલે જણાવ્યું હતું કે,વ્યક્તિ એ આગળ વધવા માટે પોતાનો ધ્યેય હોવો જોઇએ જો આપણી પાસે ધ્યેય હશે તો આપણે જરૂર સફળતા પ્રાપ્ત કરી શકીશું.

આ પ્રસંગે ગુજરાત સરકાર ના પુવૅ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, તંદુરસ્ત સમાજ માટે પર્યાવરણ નુ જતન જરૂરી છે તે માટે ભાવી પેઢી એવા વિદ્યાર્થીઓ સમાજ કલ્યાણ ના શ્રેષ્ઠ કાર્ય માં સહભાગી બને જેથી પર્યાવરણ ને થતાં નુકશાન થી ભવિષ્યમાં આવિ પડનાર મુશ્કેલીઓને નિવારી શકાય.કાર્યક્રમ માં ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે પણ વિદ્યાથીઓને જીવન માં સંઘષૅ કરી આગળ વધવા પ્રેરણા આપી હતી.

રાજ્ય શિક્ષણ બોર્ડ ના સભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હિમ્મત થી અભ્યાસ કરવાથી સફળતા મળે છે અને સફળ થનાર વિદ્યાર્થીઓ નુ સન્માન થાય છે.જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડો.મધુબેન દેસાઇએ પણ પ્રસંગોચિત પ્રેરક ઉદબોધન કર્યું હતું.કાર્યક્રમ ના પ્રારંભે દિપ પ્રાગટય અને પ.પુ. પ્રાગદાસબાપા ગોદડીયા પરીવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં શાળા ની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત ગરબો રજુ કર્યો હતો. આ પ્રસંગે અનેક શાળા પરીવાર વતી ડો,એન પી પટેલ નું સન્માન કરી ઉપસ્થિત મહેમાનો ના હસ્તે તમામ વિદ્યાર્થીઓનુ સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સંચાલન પાટણ ના જાણીતા સાહિત્યકાર અશોક ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રમતગમત સંકુલમાં સમર કેમ્પનો પ્રારંભ ..

પાટણના રમતગમત સંકુલમાં સમર કેમ્પનો પ્રારંભ .. ~ #369News

ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષા નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…

ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષા નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો… ~ #369News