google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે બે દિવસીય ઉભરતી રમત-ગમત અને સ્વાસ્થ્ય પ્રેકટીસ કોન્ફરન્સ નો પ્રારંભ..

Date:

86 સહભાગીઓ દ્રારા 63 રિસર્ચ પેપર રજૂ કરવામાં આવશે..

પાટણ તા. 22
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઉભરતી રમત-ગમત અને સ્વસ્થ પ્રેકટીસની પ્રથમ બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો ગુરૂવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કોન્ફરન્સમાં ફીજીકલ ક્ષેત્રે વિવિધ રમતોને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બે દિવસીય કોન્ફરન્સમાં રિસર્ચ પેપર પણ રજુ કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી ના કા. રજીસ્ટાર ડો.ચિરાગ પટેલે જણાવ્યું હતું.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગના ઉપક્રમે બે દિવસીય ઇમરજીંગ સ્પોટૅ એન્ડ હેલ્થી પ્રેકટીસમાં ફન્ટીયર રીચર્સ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ કા. ૨જીસ્ટાર ડો.ચિરાગ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભ પૂર્વે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડીઓની ફોટો સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે ફિઝીકલ ક્ષેત્રે પ્રર્દાપણ કરનાર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ હતું.
બે દિવસીય કોન્ફરન્સના પ્રથમ દિવસે ફીજીકલ એજયુકેશનમાં જેઓનો મહત્વનો સિંહફાળો રહેલ છે તેવા તજજ્ઞ ડો.શરદ સૂર્યવંશી, ડો.મુકેશ પટેલ, ડો.નિરવ સીલાવત, ડો.સોનાલી શીરપતે, ડો.ઇમ્પલ શુકલ દ્વારા ઉપસ્થિતોને ફીજીકલ અને સ્પોર્ટસ ક્ષેત્રે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તો આ કોન્ફરન્સમાં 86 લોકોએ સહભાગી થઇ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જયારે 63 જેટલા રીચર્સ પેપરો કોન્ફરન્સમાં રજુ કરવામાં આવશે તેવું કા. રજીસ્ટ્રાર ડો. ચિરાગ પટેલે જણાવ્યુ છે.આ પ્રસંગે કા. કુલપતિ ડો.રોહિત દેસાઇ, ડો.વિપુલ ઉપાધ્યાય, ડો.મેહુલ પટેલ, સહિત અન્ય આમંત્રિક મહેમાનો ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સમી તાલુકાના શમશેરપુરા ખાતે સૌ પ્રથમ વાર વઢિયાર ગૌરવ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું..

વઢિયાર પંથકમાં વિશેષ પ્રવૃતિ કરનારા વ્યકિત વિશેષોનુ એવોડૅ આપી...

સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ પદે ત્રણ મહિલા સદસ્યાઓની દાવેદારી..

કેબિનેટ મંત્રી ની ભલામણ કામ આવશે કે પછી ભાજપનું...