google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ પદે ત્રણ મહિલા સદસ્યાઓની દાવેદારી..

Date:

કેબિનેટ મંત્રી ની ભલામણ કામ આવશે કે પછી ભાજપનું સંગઠન નવા પ્રમુખને સત્તા રૂઢ બનાવવા ભૂમિકા ભજવશે…???

પાટણ તા. 11 સિદ્ધપુર નગરપાલિકાના વતૅમાન પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્યનો અઢી વર્ષ નો કાર્યકાળ સિધ્ધપુર ના વિકાસ અને અવરોધ વચ્ચે અનેક ચઢાવ ઉતાર સાથે પૂર્ણ થયો છે ત્યારે સિધ્ધપુર નગરપાલિકાના આગામી અઢી વષૅ ના પ્રમુખ પદે બિરાજમાન થવા ત્રણ મહિલા કોર્પોરેટરો મેદાનમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ત્રણ મહિલા કોર્પોરેટર નથી કઈ મહિલા કોર્પોરેટરની ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવે છે તેને લઈને અનેક અટકળો સિદ્ધપુરના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. ત્યારે મંગળવારે સિધ્ધપુર નગરપાલિકાના સભાખંડ ખાતે આયોજિત સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણીને લઈ સિધ્ધપુર નું રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા નવા પ્રમુખના નામ નું મેન્ડેડ આવતી કાલે જાહેર થશે. નવા મહીલા પ્રમુખ કોણ બનશે તેની અટકળો તેજ થઈ છે, સંભવિત સદસ્યાઓ દ્વારા ભરપૂર લોબીંગ થયુ છે તો રાજયના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ભલામણ પણ એક મહિલા કોર્પોરેટરને પ્રમુખ બનાવવા માટે મોટો ભાગ ભજવશે. તો ભાજપમાં સંગઠન લેવલે પણ સક્ષમ મહીલા કોર્પોરેટરને તક મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. સિધ્ધપુર નગરપાલિકાના નવા પ્રમુખ માટે ત્રણ મહિલા સદસ્યા ઓમા સોનલબેન ઠાકર, અનિતાબેન પટેલ અને વર્ષાબેન દવેના નામો ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી કમીટી પાસે જિલ્લા ભાજપના માધ્યમથી પહોંચ્યા છે. જે પૈકી એક નામનો મેન્ડેટ કાલે જાહેર થશે. એવું જ ઉપપ્રમુખના નામ માટે પણ થશે. જ્ઞાતિ, વિસ્તાર અને રાજકિય સંતુલન જાળવી પક્ષ નિર્ણય લે તેવી સંભાવના પ્રબળ બની છે ત્યારે મંગળવારે સિધ્ધપુરના નવા પ્રમુખ જે પણ બને તેઓ દ્રારા સિદ્ધપુરના નગરજનોના વિકાસ કામો અને તેઓની સુવિધાઓ માટે અગ્રીમતા રહે તેવી આશા સિદ્ધપુરના નગરજનો એ વ્યક્ત કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ધારપુર ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત પાચ થીમ આધારિત કાયૅક્રમો યોજાયા..

પાટણ તા. 10 પાટણ તાલુકાના ધારપુર ગામે ગુરૂવારે"મારી માટી...

સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામે 18 ગાય અને 3 આખલા ઓના દિવેલા નો કુણો ઘાસચારો ખાતા મોત નિપજ્યા..

સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામે 18 ગાય અને 3 આખલા ઓના દિવેલા નો કુણો ઘાસચારો ખાતા મોત નિપજ્યા.. ~ #369News