fbpx

કોલેજ કેમ્પસમાં ટિટોડીએ જમીન પર ઈડા મુકતા ડો. આસુતોષ પાઠકે વરસાદી વરતારો ભાખ્યો.

Date:

ટિટોડી જયાં સુધી ઈડા નહિ સેવે ત્યાં સુધી વરસાદ નહિ આવે તેવું અનુમાન..

પાટણ તા. 23
આપણા શાસ્ત્ર અને ધર્મમા અલગ અલગ પ્રકારની ઘટનાઓને લઈ ને વરસાદની આગાહી કરવાની પ્રણાલી ચાલતી આવી છે તેમા એક પ્રણાલી એવી છે કે જેના મુજબ વરસાદ વિશે અનુમાન લગાવી શકાય. હાલમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજના રમતગમતના મેદાન ઉપર પક્ષી ટિટોડીએ ચાર ઈંડા જમીન પર માળો કરીને મુક્યા છે.

જેના ઉપરથી ડો. આસુતોષ પાઠકે એવું જણાવ્યું હતું કે જમીન ઉપર માળો હોવાથી પ્રમાણમા વરસાદ ઓછો પડી શકે. પરંતુ એવું નથી હોતું જમીન પર માળો મુકવાનો અર્થ એ છે કે જ્યાં સુધી માતા ટિટોડિ આ ઈંડાને સેવે અને ઈંડા નું કવચ તોડીને આ દ્વિજ બાળ, ટિટોડીના બચ્ચા બહાર નહિ આવે ત્યાં સુધી રિમઝીમ કે ધોધમાર વરસાદ નહિ વરસે. જેવા આ ઈંડા માથી બચ્ચા બહાર આવશે ત્યાર બાદ વરસાદ આવી શકે તેમ હોવાનું તેઓએ અનુમાન વ્યક્ત કરી જણાવ્યું હતું કે જયાં સુધી આ પક્ષીને વાતાવરણની ગરમી અને વાતાવરણના બાફને અનુભવીને એટલું સ્પંદન થતું હોય છે કે જ્યાં સુધી ઈંડા સેવવાનો નિશ્ચિત સમય પુરો નહિ થાય ત્યાં સુધી વરસાદ નહિ આવે. પશુ પંખી અને જીવજંતુઓની વાતાવરણ પરખવાની ઈન્દ્રિય અદ્ભુત હોય છે.

જેમાં કાચિંડાનું પણ નિરિક્ષણ કરવાથી આપણે કહી શકીએ કે વરસાદ ટુંક સમયમાંજ આવશે કે નઈ. જો કાચિંડાની ગરદનનો ભાગ ગુલાબીથી લાલાશ પડતો દેખાય તો સમઝવાનું કે એક અઠવાડિયાથી દસ દિવસમા વિધિવત ચોમાસાની શરૂઆત થશે. હાલમાંતો આર્ટસ કોલેજ, પાટણના મેદાનમાં ટિટોડી એ ઈંડા મુક્યા છે એટલે જ્યાં સુધી ઈંડા માથી બચ્ચા બહાર નઈ આવે ત્યાં સુધી વરસાદ ની ચાતક નજરે રાહ જોવી જ પડશે તેવું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના 50 લાખ સુધીની મર્યાદા ના 72 કામો ની તાંત્રિક અને વહીવટી મંજૂરી અર્થે બેઠક મળી..

પાટણ નગરપાલિકા ખાતે તાંત્રિક અને વહીવટી કમિટીની અગાઉ મળેલી...

પાટણની કે. કે. ગલ્સૅ શાળા સંકુલમાં દાતા ના સહયોગ થી તૈયાર કરાયેલ “નિરવ ઉદ્યાન” નું લોકાર્પણ કરાયું..

શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ માતૃશાળાને ઉધાન અપૅણ કરી વિધાર્થીઓને આત્મ...

પાટણ LCB એ હારીજ ના બુટલેગર્સ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ જેલમાં મોકલી આપ્યો..

પાટણ તા. ૧૭આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે...

રાધનપુર સરદારપુરાના રત્નાકર સોસાયટીની મહિલાઓ પાણીના મામલે રણચંડી બની..

સરદારપુરા ના સરપંચના નિવાસ્થાને મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ મચાવી...