fbpx

શહેરના હાસાપુર વિસ્તારની પાણી ની સમસ્યા દુર કરવા પાલિકા દ્વારા નવીન બોરવેલ ની કામગીરી હાથ ધરી..

Date:

કારોબારી ચેરમેન અને બાધકામ સમિતિના ચેરમેન દ્રારા સ્થળ પર રૂબરૂ જઈ કામગીરી નું નિરિક્ષણ કયુઁ..

પાટણ તા. 29
પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષ માટેની કામગીરી અર્થે તૈયાર કરાયેલી નવી ટીમ દ્વારા શહેરના વિકાસકામોને પ્રાધાન્ય આપી એક પછી એક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે.ત્યારે છેલ્લા ઘણા સમયથી પાટણના ઓજી વિસ્તાર હાશાપુર ની પાણીની સમસ્યા ને નિવારવા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ નવીન બોરવેલ ની કામગીરી નું નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ અને બાધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલે સ્થળ પર રૂબરૂ જઈને નિરિક્ષણ કરી કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટર સહિત ના કમૅચારીઓને જરૂરી સુચના આપી હતી.

પાટણ નગરપાલિકા ની આગામી અઢી વર્ષ માટે શાસન ધુરા સંભાળનાર પાલિકા ની વિવિધ શાખાના ચેરમેનો સહિત પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ એકબીજા ના સુંદર સંકલનમાં રહી શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પરિપૂર્ણ કરવા કટિબદ્ધ બની કામ કરી રહ્યા છે ત્યારે ઘણા સમયથી પાણીની સમસ્યા થી પરેશાન બનેલ હાશાપુર વિસ્તારના લોકો ની પાણી ની સમસ્યા હલ કરવા પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ નવીન બોરવેલ બનાવવાની કામગીરીને વિસ્તારના રહીશોએ સરાહનીય લખાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રમતગમત સંકુલમાં સમર કેમ્પનો પ્રારંભ ..

પાટણના રમતગમત સંકુલમાં સમર કેમ્પનો પ્રારંભ .. ~ #369News

પાટણમાં નીકળનારી ભગવાન પરશુરામજી ની રથયાત્રામાં વિતરણ કરવામાં આવનાર પ્રસાદ નું પેકિંગ કાર્ય હાથ ધરાયું..

પાટણમાં નીકળનારી ભગવાન પરશુરામજી ની રથયાત્રામાં વિતરણ કરવામાં આવનાર પ્રસાદ નું પેકિંગ કાર્ય હાથ ધરાયું.. ~ #369News

પાટણ શહેર સહિત લોકસભા બેઠક માંથી ૧૩૪૦ રામ ભકતો ગુરૂવારે અયોધ્યા જવા પ્રસ્થાન કરશે..

પાટણ તા. ૭સમગ્ર દેશમાથી રામભક્તો અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લા...