fbpx

બોડૅની પરીક્ષામાં ગુજરાત માં બીજો અને પાટણ જિલ્લામાં પ્રથમ નંબર મેળવનાર આસ્થા દરજી ને સન્માનિત કરાઈ..

Date:

પાટણ તા. 13
પાટણ તળ દરજી સમાજનું ગૌરવ એવી આસ્થા રેનિશભાઈ દરજી નો સન્માનનો કાર્યક્રમ પાટણ શહેર ના ગોળશેરી વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે સમાજ દ્રારા યોજવામાં આવ્યો હતો.બોડૅની પરીક્ષામાં ગુજરાત રાજયમાં બીજા નંબરેં અને પાટણ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર આસ્થા રેનિશભાઈ દરજીને પાટણ તળ દરજી સમાજના પ્રમુખ રાજુભાઈ દરજી, સુરેશભાઈ દરજી, મહેન્દ્રભાઈ દરજી જયેશભાઈ દરજી ,કેતનભાઈ દરજી, પિયુષભાઈ દરજી, સંજયભાઈ દરજી,લોપેશ દરજી,વિરીશભાઈ દરજી સહિતનાઆગેવાનો દ્વારા સાલ,શ્રીફળ, બુકે અને રોકડ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાટણ દરજી સમાજના આગેવાનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ નું સુંદર આયોજન અને સંચાલન જયેશભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા..

પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલ હાશાપુર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીના પોકારો ઉઠ્યા.. ~ #369News

મણુંદ થી કંથરાવી અને સંડેર થી હમીદપુર નવીન માગૅ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું..

મણુંદ થી કંથરાવી અને સંડેર થી હમીદપુર નવીન માગૅ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.. ~ #369News