પાટણ શહેર રબારી સમાજમાં ધો.૧૦ મા ૯૭℅ સાથે પ્રથમ રહેલ જાન્વી નું સમાજના સંત દ્રારા સન્માન કરાયું..
પાટણ તા. ૭.
શ્રી નિષ્કલંકી નારાયણ ધામ બાલીસણા ખાતે શુક્રવાર ના રોજ પાટણ શહેર અને તાલુકા સહિત સરસ્વતી તાલુકામાં વસતા રબારી સમાજના ઘો.૧૦ અને ઘો.૧૨ ના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ તેમજ ચોપડા વિતરણ નો કાર્યક્રમ પ.પૂ.
મહંત શ્રી સંતરામકાકાજી મહારાજ ની ખાસ
ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો.
શ્રી નિષ્કલંકી નારાયણ ધામના દિવ્ય દરબારમાં શૈક્ષણિક હેતુસર યોજાયેલ કાર્યક્રમમાં સમાજ આગેવાનોએ ઉપસ્થિત રહી સમાજ ના ૭૦ જેટલા તેજસ્વી તારલાઓને સન્માનિત કરી ચોપડાઓનું વિતરણ કરી ઉચ્ચ કારકિર્દી ની શુભકામનાઓ પાઠવી હતી.
પાટણ શહેરના રાજવી બંગ્લોઝ ખાતે રહેતી અને પાટણ રબારી સમાજમાં ધોરણ ૧૦ મા ૯૭℅ સાથે પ્રથમ નંબરે આવનાર જાન્વી દિલીપભાઈ રબારીને પ. પૂ. સંતરામ કાકાજી મહારાજ ના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી રૂડા આશિર્વાદ પાઠવવામાં આવ્યા હતા.
પાટણ શહેર તાલુકા અને સરસ્વતી તાલુકા ના રબારી સમાજના શૈક્ષણિક હેતુસર આયોજિત કાર્યક્રમમાં ચોપડાના દાતા તરીકે સ્વ. હરજીભાઈ મશરૂભાઈ અને સ્વ. તળજાભાઈ મશરૂભાઈ દેસાઈ આલ પરિવાર મોટા રામણદા એ લ્હાવો લીધો હતો.
તો ભોજનદાતા તરીકે ભુવાજી તળજાભાઈ ચુડા ભાઈ લિબડી સિકોતર માલિબા પરિવાર મોટીદેવ હાલ રહે. સુરત વાળા એ લ્હાવો લીધો હતો.
અહેવાલ યશપાલ સ્વામી