ચતુર્ભુજ બાગ નજીકના જલારામ પાન પાલૅર ને નિશાન બનાવી રહેલા તસ્કરને પડકાર ફેંકતા બનેલી ઘટના ને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો.
ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનોની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા..
પાટણ તા. 28
પાટણ શહેરના ચતુર્ભુજ ભાગ નજીક આવેલા પાન પાલૅરને નિશાન બનાવવા આવેલા તસ્કરને પડકાર ફેકનાર હોમગાર્ડ જવાનો ઉપર અજાણ્યા તસ્કરે હીચકારો હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થયો હોવાની ઘટના પ્રકાશ મા આવતાં અને આ બાબતે અજાણ્યા તસ્કરને ઝડપી તેઓની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનોએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ તંત્ર એ હુમલો કરી ફરાર થયેલા તસ્કરને ઝડપી લેવા ચક્રોગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી હકીકત મુજબ મંગળવાર ની રાત્રે પાટણ શહેરના ચતુર્ભુજ ભાગ વિસ્તારમાં રાત્રિ ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન શ્રીમાળી નરેશભાઈ બેચરદાસ અને પરમાર હસમુખભાઈ વિઠ્ઠલદાસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ચતુર્ભુજ ભાગ નજીક જલારામ પાન પાલૅર ને કોઈ અજાણ્યો તસ્કર નિશાન બનાવતા હોવાનું ધ્યાનમાં આવતા બંને હોમગાર્ડ જવાનોએ તસ્કરને પડકાર ફેંકતા અજાણ્યા તસ્કરે રાત્રિના અંધારામાં બંને હોમગાર્ડ જવાનો ઉપર હીચકારો હુમલો કરી માથાના ભાગે તેમજ હાથના ભાગે અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચાડી અંધારાનો લાભ લઈ તસ્કર ફરાર થઈ ગયો હતો.
આ બનાવ મા અજાણ્યા તસ્કરના હુમલામાં ઇજાગ્રત બનેલા બંને હોમગાર્ડ જવાનો એ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જઈ સઘળી હકીકત પાટણ એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે બંને હોમગાર્ડ જવાનોની ફરિયાદ આધારે હુમલો કરી ફરાર થયેલા અજાણ્યા તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરમાં રાત્રી ફરજ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલા હોમગાર્ડ જવાનો ઉપર અજાણ્યા તસ્કરના હુમલાની ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી