google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિધ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં બનાવવા માં આવેલ હલકી કક્ષા ના રોડની કામગીરી છુપાવવા ઢાંકપિછોડો..

Date:

શહેરીજનોની સ્થિતિ બકરૂ કાઢતાં ઉટ પેઢયો જેવી સજૉઈ : તંત્ર એકશન લેશે કે પછી..??

પાટણ તા. 10
સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બાંધકામની કામગીરી ખૂબ જ હલકી કક્ષાની થતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે તેમાંય ખાસ કરીને રોડની કામગીરી ખૂબ જ હલકી કક્ષાની થતી હોવા નું ચર્ચાય છે.હાલમાં જ એક મહિના પહેલા દેથળી ચાર રસ્તાથી તાલુકા સેવા સદન, પ્રાંત કચેરી, ભાજપ મધ્યસ્થ કાર્યાલય, જ્યુડિશિયલ કોર્ટ થઈ બસસ્ટેશન સુધી નો રોડ ખૂબ જ હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો હોવા ની બુમરાણ ઉઠવા પામી છે તો આ અંગેની ફરિયાદો ઉઠતાં ગત રાત્રે રોડ ઉપર ડામરના ફુવારા મારી તેના પર કપચી નો પાવડર છાંટવામાં આવ્યો છે આમ થવા થી ડામર રોડની ઉપરની સપાટી ઉપર રહેવા થી જતા આવતા વાહનોના ટાયર માં આ કપચી ચોંટી જાય છે. તેમજ ફોરવીલ વાહન પસાર થવાથી ડામરના છાંટા અન્ય ચાલકોને ઉડી રહ્યા છે.તેમજ ચાલતા જતા લોકોના બુટ ચંપલ મા પણ ડામરમાં ચોંટવાની સમસ્યા ઉદભવતાં લોકો ની મુશ્કેલીઓ વધી રહી છે.આમ હલકી કક્ષાની રોડની કામગીરી છુપાવવા કરાયેલી કામગીરી ને લીધે નવી તકલીફો ઊભી થવા પામી છે અને સમગ્ર શહેર માં આ હલકી કક્ષાની રોડની કામગીરી ની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.ત્યારે શહેર સંગઠનના સભ્યો તેમજ નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ આ મામલે કોઈ કાર્યવાહી નહિ કરતા તેઓની સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સરકારી કચેરીઓ તેમજ સરકારના મંત્રીના કાર્યાલય આગળ જ રોડ ના કામમાં થયેલા ભ્રષ્ટાચાર ની પોલ શહેરીજનો સમક્ષ ખુલી પડી છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે શું એકશન લે છે..??

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ ની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર…

26મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન...

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.ની વેબસાઇટ અપડેટ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો..

આગામી છ મહિનામાં આ પ્રોજેકટ પૂર્ણ થશે તેવી કુલપતિએ...