11 ઉમેદવારોના 15 ફોમૅ માન્યા રહ્યા : તા 22 એપ્રિલ સુધી ફોમૅ પરત ખેંચી શકાશે..
અપક્ષ ઉમેદવાર દ્રારા કોગ્રેસ ના ઉમેદવાર નું ફોમૅ રદ્દ કરવાની અરજી ચુંટણી અધિકારી એ નિયમોનુસાર ફગાવી..
પાટણ તા. 20
3- પાટણ લોકસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ મળી કુલ 13 ઉમેદવારોએ ફોમૅ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 19 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જે ઉમેદવારી ફોમૅ ની ચકાસણી પ્રક્રિયા શનિવાર ના રોજ કલેકટર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ – કોંગ્રેસના બે ડમી ઉમેદવારો મળી કુલ 4 ડમી ઉમેદવારોના 4 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.ત્યારે હવે 11 ઉમેદવાર ના કુલ 15 ફોર્મ માન્ય રહ્યા હતા.
પાટણ લોકસભા બેઠક માટે બરાબરનો ચુંટણી જંગ જામ્યો છે. કુલ 13 ઉમેદવારોએ 19 ફોર્મ રજુ કર્યા હતા શનિવારે ચુંટણી અધિકારી એવમ કલેકટર અરવિંદ વિજયન અને ચૂંટણી સ્ટાફ દ્વારા ઉમેદવારી પત્રો ચકસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ના ફોર્મ માન્ય રાખવા માં આવ્યા હતા. જયારે ભાજપના ડમી ઉમેદવાર નંદાજી ઠાકોર અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સંજય ચંદનજી ઠાકોરના ફોર્મ પાર્ટીનું મેન્ડેડ ન હોવાના કારણે રદ થયા હતા.આમ કુલ 13 ઉમેદવારો માંથી 2 ડમી ઉમેદવારોના 4 ફોર્મ રદ થતા હવે 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.તો 22 તારીખ સુધી માં ફોર્મ પરત ખેંચી શકાશે તેવું ચૂંટણી શાખા દ્વારા જાણવા મળ્યું હતું.
પાટણ કલેક્ટર કચેરી માં ચૂંટણી અધિકારી એવમ કેલકટર અરવિંદ વિજયન ની અધ્યક્ષતા માં ચૂંટણી ફોર્મ ની ચકાસણી કરવામાં આવી હતી જ્યાં લોકસભાની ચૂંટણી ફોર્મ ની ચકાસણી પક્રિયા પૂર્ણ થયા બાદ અપક્ષ ના એક ઉમેદવારે કોગ્રેસ ના ઉમેદવાર વિરુદ્ધ વડોદરા ખાતે ની પોતાની જમીન નો ચુટણી ફોમૅ મા ઉલ્લેખ કર્યો ન હોય તેઓનું ફોમૅ રદ કરવા વાંધા અરજી આપી હતી. જોકે ચૂંટણી માં ઉમેદવારી પત્ર ચકાસવાની પ્રક્રિયા પુણૅ થયા બાદ અપક્ષ ઉમેદવાર દ્રારા અપાયેલ વાંધા અરજી નિયમ અનુસાર ચૂંટણી અધિકારીએ વાંધા અરજી ના મંજુર કરી હોવાનું ચુટણી શાખાના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી