fbpx

રાજકોટની દુર્ઘટના બાદ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટી અને ફાયરએનઓસી બાબતે તપાસ હાથ ધરી….

Date:

પાટણ તા. ૩૧
રાજકોટ ખાતે બનેલ ટી.આર.પી. ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરમાં સ્કૂલ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, વાડીઓ, મોલ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ ફાયર સેફ્ટી અને ફાયર એન ઓસી ની ચકાસણી કરવાના આદેશ કર્યા છે. ત્યારે આ આદેશ હેઠળ શુક્રવારે પાટણ નગર પાલિકાએ શહેરમાં સરકારે જણાવેલ સ્થળોએ સર્વે શરૂ કર્યો હતો.

મળતી માહિતી મુજબ કેટલીક જગ્યાએ ચકાસણી કરાઈ છે જેમાં હોસ્પિટલ, ટ્યુશનક્લાસીસ વગેરેમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે કેટલીક જગ્યાએ ફાયર સિસ્ટમ તો હતી પણ ફાયર એન ઓ સી નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પાટણ નગર પાલિકાએ ફાયર NOC ના હોય તેવા લોકો ની તપાસ કરી નોટિસ આપવામાં આવી રહી હોવાનું પાટણ ફાયર વિભાગ ના અધિકારી સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ શહેર સહિત પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડયું…

તંત્ર ની આગોતરી સુચના અનુસાર ખેડૂતો ની તૈયારી ના...

પાટણ શહેર સહિત પંથકમાં રીમઝીમ વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક છવાઈ..

પાટણ તા. 28 પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં બે...

પાટણ ના NGES કેમ્પસ માં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવશે…

પાટણ તા. ૧૮નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ સંસ્થા જે...