આ અગાઉ ડો.કે કે પટેલે યુનિવર્સિટીના ઈ.ચા.મુખ્ય હિસાબી અધિકારી અને પરીક્ષા નિયામક તરીકે સુંદર ફરજ બજાવી હતી.
પાટણ તા.30
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે છ માસ સેવા આપનાર ડો ચિરાગ પટેલ ની જગ્યાએ નવા ઈન્ચાર્જ રજીસ્ટાર તરીકે યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના હેડ ડો. કે. કે. પટેલ ને શુક્રવારે બપોરે ચાજૅ સોંપતા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. ચિરાગ પટેલે નવનિયુકત રજિસ્ટ્રાર ડો. કે. કે. પટેલને વિઘિવત ચાર્જ સોંપી શુભેચ્છાઓ પાઠવી હતી. તો નવનિયુક્ત ઈન્ચાર્જ રજિસ્ટ્રારને વિભાગના કર્મચારીઓ સહિત ઈ. ચા. કુલપતિએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.
યુનિવર્સિટી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ના હેડ તરીકેની જવાબદારી સંભાળતા ડો કે કે પટેલે આ અગાઉ યુનિવર્સિટી ના મુખ્ય હિસાબી અધિકારી અને પરીક્ષા નિયામક તરીકે નો પણ ઈન્ચાર્જ અધિકારી તરીકે નો ચાજૅ સંભાળી પ્રસંશનીય ફરજ બજાવી હોય તેમની યુનિવર્સિટી ના ઈન્ચાર્જ રજીસ્ટાર તરીકે ની નિમણૂંક ને યુનિવર્સિટી સ્ટાફ પરિવારે સરાહનીય લેખાવી છે.
અહેવાલ યશપાલ સ્વામી