fbpx

પાટણમાં સ્વ સહાય જૂથની બહેનો માટે ગૃહઉદ્યોગ બનાવટની તાલીમનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. 30
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા પાટણનાં હારીજ તાલુકાનાં એકલવા ગામે NRLM યોજનાના સંકલનથી સ્વ સહાય જૂથની બહેનોને આજીવિકાલક્ષી સાબુ, પાવડર, ફિનાઇલ અને બામ ગૃહઉદ્યોગ બનાવટની તાલીમનું આયોજન કરાયું હતું.ગૃહ ઉદ્યોગની 6 દિવસની તાલીમમાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા બહેનોને ગૃહ ઉદ્યોગમાં સાબુ, પાવડર, ફિનાઇલ અને બામ બનાવતાં શીખવાડવામાં આવેલ. છેલ્લા દિવસે સમાપન કાર્યક્રમમાં સંસ્થાના નિયામક ડૉ. રુદ્રેશ ઝૂલા દ્વારા તાલીમાર્થી બહેનોએ સ્વરોજગારી શા માટે કરવી, સ્વરોજગારી દ્વારા માર્કેટ માટે સંસ્થા કઈ રીતે મદદરૂપ થઈ શકશે તેમજ ઉત્પાદિત વસ્તુનું ક્યાં વેચાણ કરવું તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત લીડ બેંક મેનેજર દ્વારા બેંકની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન દ્વારા બહેનોને પ્રોત્સાહનલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમમાં છેલ્લે તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી તાલીમ સમાપન કરાવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બેંક ઓફ બરોડા પાટણનાં લીડ બેંક મેનેજર કુલદીપ આનંદ ગેહલોત ઉપસ્થિત રહ્યાં હતાં. તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર, બરોડા આરસેટી નિયામક ડૉ. રુદ્રેશ ઝૂલા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ, તેમજ NRLM સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા સૌપ્રથમવાર પાટણના રાજમાતા નાયકા દેવી ગૌરવ દિન સમારોહ નું આયોજન કરાયું..

ગુજરાતના મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદ...