વોટર વર્કસ શાખાના બે કામોના ટેન્ડરો ખોલાયા તો ત્રણ કામો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી..
પાટણ તા. 24 પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા વોટર વર્કસના નવા ત્રણ કામો માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી તો બે કામોના ટેન્ડરો ખોલી તેના વર્ક ઓર્ડર માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિત પટેલે જણાવ્યું હતું. ટેન્ડરો બાબતે માહિતી આપતા વોટર વર્કસ શાખાના ચેરમેને જણાવ્યું હતું કે દર ચોમાસામાં શહેરનુ આનંદ સરોવર વરસાદી પાણીના કારણે ઓવરફલો થતું હોવાના કારણે આજુબાજુ ની સોસાયટીના રહીશો ને મુશ્કેલી ભોગવવી પડતી હોય છે જેને ધ્યાનમાં રાખીને આનંદ સરોવરને ઓવર ફ્લો થતુ અટકાવવા સરોવર વચ્ચે સ્પીલ સ્ટ્રક્ચરનો કૂવો બનાવી તેમાં બે મોટર પંપ ઉતારી બીજી જનરેટર થી તેને ઓપરેટ કરી સરોવરમાં રહેલા પાણીને કેનાલ મારફતે લિફ્ટિંગ કરવાના રૂપિયા 29.9 લાખના કામની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે. તો હાશાપુર વિસ્તારમાં ફાઈવ એલપી ભવન પાસે ફેઈલ થયેલ જુના બોર ની જગ્યાએ રૂ. 24.6 લાખના ખર્ચે નવો બોર બનાવવા માટે વહીવટી મંજૂરી મળતા તેની પણ ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે. જયારે રૂ. 77 લાખ, રૂ. 40 લાખ અને રૂ. 48 લાખના વોટર વર્કસ શાખા ના કામો માટે મંગાવેલ ટેન્ડરો ખોલી તે કામ માટે ના ટુક સમયમાં વકૅ ઓડૅર આપવામાં આવનાર હોવાનું વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષીત પટેલે જણાવ્યું હતું.