google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ અને કેનાલ રોડની કેટલીક સોસાયટીઓની બહાર પાકૅ કરેલી ગાડીઓના કાચ ફૂટવાની ઘટના બનતા ફફડાટ..

Date:

છેલ્લા ત્રણ દિવસમાં રત્નમણી, શ્લોક ફ્લેટ, સારથી સ્ટેટસ અને મીનળપાર્ક પાસે પાકૅ ગાડીઓના કાચ ફુટયા..

ગાડીના કાચ ફોડતા અસામાજિક તત્વોને ઝડપી લેવા પોલીસને રજૂઆત કરાઈ..

પાટણ તા. 4
પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ થી લીલી વાડી વિસ્તારની કેટલીક સોસાયટીઓની બહાર તેમજ કેનાલ રોડ પરની કેટલીક સોસાયટીઓની બહાર રહીશો દ્વારા પાકૅ કરેલ ગાડીઓના રાત્રિના સુમારે કોઈ અસામાજિક તત્વો દ્વારા કાચ ફોડવાની પ્રવૃત્તિઓ શરૂ કરાઈ હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં રત્નમણી સોસાયટી,શ્લોક ફ્લેટ, સારથી સ્ટેટસ અને મીનળપાર્ક સોસાયટી ની બહાર પાકૅ કરાયેલી રહીશો ની ગાડીઓના કાચ ફુટતા સોસાયટી ઓની બહાર ગાડીઓ પાકૅ કરતાં લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે રાત્રિના સુમારે ગાડીના કાચ ફોડવા ની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો ને ઝડપી લેવા પોલીસ દ્વારા આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવી આ વિસ્તારના સીસી કુટેજો તપાસી આવા અસામાજિક તત્વોને નશિયત કરવા વિસ્તારના રહીશો ની માંગ પ્રબળ બનવા પામી છે.

તો ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલી સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી આગળના ગ્રાઉન્ડમાં વહેલીસવારે આર એસ એસ ના યુવાનો દ્વારા ચાલતી શાખાના મુખ્યા સંજયભાઈ દ્વારા પણ આ મામલે પાટણ બી ડિવિઝન પી આઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી યોગ્ય કરવા રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવતા બી ડિવિઝન પીઆઇ એ પણ આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવાની સાથે સાથે વિસ્તાર ના સીસીટીવી ફૂટેજ મેળવી આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની પવિત્ર ભૂમિ પર આકાર પામનાર શ્રીસ્વામી નારાયણ મંદિર સ્થળ પર હનુમાન જયંતિ ના પર્વ નિમિત્તે સુંદરકાડ પાઠ કરાયો.

પાટણની પવિત્ર ભૂમિ પર આકાર પામનાર શ્રીસ્વામી નારાયણ મંદિર સ્થળ પર હનુમાન જયંતિ ના પર્વ નિમિત્તે સુંદરકાડ પાઠ કરાયો. ~ #369News

ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપી પાડતી સિધ્ધપુર પોલીસ..

ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપી પાડતી સિધ્ધપુર પોલીસ.. ~ #369News

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…