google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની પવિત્ર ભૂમિ પર આકાર પામનાર શ્રીસ્વામી નારાયણ મંદિર સ્થળ પર હનુમાન જયંતિ ના પર્વ નિમિત્તે સુંદરકાડ પાઠ કરાયો.

Date:

પાટણ સ્વામી નારાયણ મહિલા મંડળ દ્વારા આયોજિત સુંદરકાડ પાઠ નું હરિભક્તો સહિત ધર્મપ્રેમીઓએ શ્રવણ કયુઁ.

પાટણ તા. 7
પાટણની પવિત્ર ભૂમિ ઉપર આવેલ પદ્મનાભ ચાર રસ્તા નજીક કાલુપુર સ્વામી નારાયણ સંપ્રદાય સંચાલિત આકાર પામનાર નવ્ય-ભવ્ય શ્રી સ્વામી નારાયણ મંદિર પરિસરની જગ્યા ઉપર હનુમાન જયંતિ ના પવિત્ર દિવસે શ્રી સ્વામી નારાયણ મહિલા મંડળ પાટણ દ્રારા અશ્વિનભાઈ ઠકકર ના સુમધુર કંઠે ભકિત સંગીત ના સથવારે રામચરિત માનસ સુંદરકાડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામી નારાયણ મંદિર ના નવનિમૉણ પૂર્વે મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલ સુંદરકાડ પાઠ નું રસપાન કરવા મોટી સંખ્યામાં સ્વામી નારાયણ સંપ્રદાય ના હરિ ભક્તો અને મહિલા મંડળ ની બહેનો સહિત પાટણ ની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્યક્રમ મા સહ ભાગી બની ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ અને ભગવાન સ્વામી નારાયણ ના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

પાટણ સ્વામી નારાયણ મહિલા મંડળ દ્વારા આયોજિત આ પ્રસંગને સફળ બનાવવા સૌ સ્વામી નારાયણ ના હરિ ભક્તો સહિત મહિલા મંડળ ની બહેનોએ જહેમત  ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભાની ચૂંટણી સંપન્ન બન્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ પાટણની મુલાકાત લીધી.

પાટણ તા. ૧૭લોકસભા ચૂંટણી બાદ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 26 જાન્યુઆરી 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 26 જાન્યુઆરી 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણ યુનિવર્સિટી દ્વારા ચાલું મહિનામાં વિવિધ સતા મંડળોની રચના કરાઈ તેવી શકયતાઓ પ્રબળ બની…

યુનિવર્સિટી દ્વારા મોડલ સ્ટેચ્યુટ માં 40 જેટલા સુધારા સરકાર...