વન વગડામાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ અર્પણ કરાઈ…
પાટણ તા. 4
પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં જૈનોના તીર્થ ધામ સમા શંખેશ્વર ખાતે શિક્ષણની સાથે સાથે મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનું સુતત્ય કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જીજ્ઞાબેન શેઠ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહ્યા છે.
તાજેતરમાં જીજ્ઞાબેન શેઠ અને તેમની સમગ્ર ટીમ દ્વારા શ્રી જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ નાં નેજા હેઠળ શંખેશ્વર થી 24 કિલોમીટર દુર વનવગડા ની વચ્ચે રહેતા જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે કપડા, વાસણ તથા ચંપલ્, રાશન કીટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જીજ્ઞાબેન શેઠની આ સેવાકીય પ્રવૃત્તિમાં શ્રી માનવજ્યોત સેવા ચેરીટેબલ ટ્રસ્ટ(મુંબઈ), નલીનભાઈ શાહ (પૂના) અને અનિલભાઈ શાહ (અમેરિકા) તરફથી સહકાર મળતા તેઓની જીજ્ઞાબેન શેઠ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખુબ ખુબ અનુમોદના વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી