પાટણ તા. ૨૦
ઐતિહાસિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મેડિકલ નગરી એવી પાટણ શહેરમાં શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી જૂની અને જાણીતી શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન શાળાના બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય તેવા પ્રયત્નો થતાં હોય છે. સાથે સાથે ચાલુ વર્ષે શાળાના બાળકો વ્યવસાયિક રીતે સજ્જ બની આત્મનિર્ભર બને તે માટે શાળા દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા પછી વેકેશન ના માહોલમાં બાળકો મોબાઇલ કે ટીવીના આદિ ન બને,અને વેકેશનના સમય નો યોગ્ય સદુપયોગ થાય તથા તેઓ તેમના પરિવારને આર્થિક ઉપાર્જન માટે મદદ કરી શકે, વોકલ ફોર લોકલની સંકલ્પના સ્પષ્ટ થાય, સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવા પ્રોજેક્ટથી પરિચિત થાય અને તેમને ગૃહ ઉદ્યોગ માટે પ્રેરણા આપી શકે તેવા ઉમદા આશયથી સમગ્ર પાટણ શહેરમાં સૌ પ્રથમ વાર શેઠ એમ. એન. હાઈસ્કૂલ દ્રારા વ્યવસાયિક કુશળતા તાલીમ વર્કશોપની પહેલ તા. ૨૪ અને તા. ૨૫ એપ્રિલ બે દિવસીય સવારે ૧૧-૦૦ થી ૪-૦૦ ના સમય દરમ્યાન કરવામાં આવેલ હોવાનું શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠકકરે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી