fbpx

પાટણ શહેરમાં નવકાર જ્વેલર્સ અને ભગવતી જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો..

Date:

જ્વેલર્સ ના માલિકોએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..

પોલીસની રાત્રે પેટ્રોલિંગની વાતો સુફીયાણી સાબિત બનતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો..

પાટણ તા. 5
થોડાક દિવસ અગાઉ શહેરના ચતુર્ભુજ બાગ નજીક પાન પાર્લરને નિશાન બનાવતા તસ્કરને પડકાર ફેકનાર હોમગાર્ડના બે જવાનો ઉપર તસ્કરે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા તેને ગણતરીના કલાકમાં પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મંગળવારની રાત્રે આજ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના નજીક આવેલ નવકાર જ્વેલર્સ અને મેઈન બજારમાં આવેલ ભગવતી જ્વેલર્સ ને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા અને જ્વેલર્સ ના માલિકો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનો જાણવા મળ્યું છે.આ ચોરીની ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ સિવિલ હોસ્પિટલની નજીક આવેલ નવકાર જ્વેલર્સને મંગળવાર ની મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરી સમયે તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મેઈન શટર નું તાળું તોડીયા બાદ અંદર લોક કરેલ દરવાજો ન તૂટતા તસ્કરોને ફોગટ ફેરો પડ્યો હતો આ બાબતની જાણ વહેલી સવારે જ્વેલર્સ ના માલિક અને ભગવતી નગરમાં રહેતા દર્શનભાઈ મોદીને થતા તેઓએ દુકાને આવી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હતા.જ્યારે શહેરના મેઈન બજારમાં આવેલી ભગવતી જ્વેલર્સને પણ તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે ભગવતી જ્વેલર્સના માલિક અને સોની વાડામાં રહેતા રાજુભાઈ મોદીને થતા તેઓએ પણ આ ચોરીના પ્રયાસ બાબતેની પાટણ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ શહેરના મેઈન બજાર અને ભરચક એવા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રાત્રિના સુમારે જ્વેલર્સ ની દુકાનોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોય જેને લઈને વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ ની વાતો સુફીયાણી બની છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સમીના લાલપુર ગામેથી જુગાર રમતા ચાર શખ્સો એલસીબી ના હાથે ઝડપાયા …

પાટણ તા. ૧૨પાટણ શહેર અને જીલ્લામાંથી પ્રોહી-જુગાર લગતની ગે.કા....

હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે પવન અને વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર સાબદુ બન્યું..

હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે પવન અને વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર સાબદુ બન્યું.. ~

ભૂખ્યાજનોની જઠરાગ્ની તૃપ્ત કરવાનું સુતત્ય કાર્ય કરતી રોબિન આર્મી સંસ્થા..

રોબીન આર્મીના યુવાનો દ્વારા આગામી 10 દિવસમાં 10 હજાર...