google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેર ના સૂર્યાનગર વિસ્તાર માં રખડતી ગાય એ ત્રણ જણાને હડફેટે લઈ લોહી લુહાણ કર્યા…

Date:

પાટણના ધારાસભ્યે બનાવ ના પગલે તેમના સમથૅકો ને ધટના સ્થળે મોકલી પાલિકા તંત્ર ને રખડતાં ઢોરો ડબ્બે કરવા જણાવ્યું..

પાટણ તા. 2 પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા જિલ્લા કલેકટરે અંગત રસ લઇ પાટણ નગરપાલિકાને રખડતા ઢોરો ને ડબ્બે કરી રખડતા ઢોરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હોય જેના પગલે પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોની સમસ્યા આજની તારીખે પણ જૈશે થૈ ની પરિસ્થિતિમાં જોવા મળી રહી છે તો આવા રખડતાં ઢોરો આવતાં જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો ને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોચાડતા હોવાના બનાવો પણ પ્રકાશમાં આવતા હોય છે.

ત્યારે સોમવારે બપોર ના સુમારે શહેરના સુયૉનગર વિસ્તારમાં રખડતી ગાયે માગૅ પરથી પસાર થઇ રહેલા એક વૃધ્ધા સહિત તેમની સાથે ના નાના બાળકને પાછળથી સીગડે ભરાવી ઈજાઓ પહોચાડતા માગૅ પરથી પસાર થતાં એક વ્યક્તિ એ આ વૃધ્ધા તેમજ માસુમ બાળકને ગાયના માર માથી છોડાવવાનો પ્રયત્ન કરતા ગાયે આ વ્યક્તિ ને પણ હડફેટે લઈ તેઓને પણ ગંભીર ઈજા પહોંચાડતા અને વિસ્તારમાં બુમા બુમ થતાં આજુબાજુ માથી લોકો લાકડીઓ લઈને દોડી આવી મહામુસીબતે ગાયને ભગાડી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી બનાવની જાણ પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ને ટેલિફોનિક કરતાં તેઓ કોઈ કામ થી બહાર હોય તેઓએ તાત્કાલિક તેમના સમથૅકો ને સુયૉનગર ખાતે મોકલી આપી સધળી હકીકત મેળવી રખડતાં ઢોરો ની સમસ્યા હલ કરવા પાલિકા તંત્ર ને અવગત કરી ઈજાગ્રસ્ત બનેલાઓની ખબર અંતર પુછી સાત્વના વ્યકત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના પનાગર વાડા પાસેના હઝરત બાલાપીર નો શદલ સરિફ ઉજવાયો..

પાટણ તા. ૨૬પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયો ના મહાન...

ટિપ્સ / કેરી ખરીદતા પહેલાં જ આવી રીતે જાણો કે તે મીઠી છે કે ખાટી, કાપ્યા પછી નહીં થાય પછતાવો

ટિપ્સ / કેરી ખરીદતા પહેલાં જ આવી રીતે જાણો કે તે મીઠી છે કે ખાટી, કાપ્યા પછી નહીં થાય પછતાવો ~ #369News

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું..

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું.. ~ 369News

પાટણ પંથકની બનાસ અને સરસ્વતી નદી ની રેત મહા નગરો સુધી પહોંચાડવા રેલ્વે ગુડઝ વિભાગ અને રેત સપ્લા યરો વચ્ચે સંમતિ સધાઈ..

પાટણ પંથકની બનાસ અને સરસ્વતી નદી ની રેત મહા નગરો સુધી પહોંચાડવા રેલ્વે ગુડઝ વિભાગ અને રેત સપ્લા યરો વચ્ચે સંમતિ સધાઈ.. ~ #369News