પાટણ તા. ૨
સિદ્ઘપુરની પી. જે. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધો ૧૦ અને ધો ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક મોટીવેશનલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર તરીકે સરસ્વતી તાલુકાના કાંસા ની એસ. પી. સર્વોદય હાઇસ્કૂલના ગણિત શિક્ષક ડૉ. રાજ ગોપાલ મહારાજાએ વિદ્યાલયની ધો ૧૦ અને ધો ૧૨ ની વિદ્યાર્થીનીઓને પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવા સટીક અને ઉદાહરણો દ્વારા પ્રભાવી રજૂઆત કરી હતી, માઈન્ડ પાવરની પ્રક્રિયા કરાવી આત્મ વિશ્વાસ ભર્યો હતો તેમજ પરીક્ષા દરમિયાન કેવી રીતે રહેવું ? શું કરવું ? વગેરેની ઊંડાણપૂર્વક સમજ આપી હતી. “એક માર્ક્સ ઓછો આવવાથી જીવનનો અંત આવી નથી જતો, ” આપણી પાસે ઘણા દરવાજા ખુલ્લા હોય છે.
એક્ઝામ કી એસી કી તૈસી કાર્યકમને સાચા અર્થમાં સજાવી નવીન પરીક્ષા પદ્ધતિ, ચાલુ વર્ષના બોર્ડ દ્વારા બનાવેલ નિયમોની છણાવટ કરી હતી. છેલ્લે દરેકને પાસ થવાની અને જીવનમાં પ્રગતિ કરવાની શુભેચ્છા ઓ પાઠવી હતી. ડૉ.રાજગોપાલ મહારાજાએ પ્રેરણાદાયી પુસ્તક સદીઓનું શાણપણ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોને ભેટમાં આપ્યું હતું. વિદ્યાલયના શિક્ષક માનસિંહભાઇ ચૌધરીએ આભારવિધિ તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી