પાટણ તા. 7
તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.26 જુલાઈ બુધવારના રોજ 11.00 કલાકે વિવિધ મામલતદાર કચેરી ખાતે યોજાનાર હોવાનું સુત્રો એ જણાવ્યું હતું. જેમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબધકર્તા મામલતદારને તા10 જુલાઈ સુધીમાં મોકલી આપવાના રહેશે.સાંતલપુર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર, પાટણના અધ્યક્ષ પણા હેઠળ યોજાશે. શંખેશ્વર તાલુકાનો સ્વાગત કાર્યક્ર્મ જીલ્લા વિકાસ અધિકારી પાટણના અધ્યક્ષપણા હેઠળ યોજાશે.તેમજ મામલતદાર કચેરી પાટણ (શહેર), મામલતદાર કચેરી પાટણ(ગ્રામ્ય), મામલતદાર કચેરી સરસ્વતી, મામલતદાર કચેરી ચાણસ્મા, મામલતદાર કચેરી સમી, મામલતદાર કચેરી સિદ્ધપુર, મામલતદાર કચેરી રાધનપુર, મામલતદાર કચેરી હારિજ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબધિત તાલુકાના લાયઝન અધિકારીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટ કેસો હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાનાં રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્નો પણ રજૂ કરવા નહિ. એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે તે બાબત પણ ધ્યાનમાં લેવી.અરજી ના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. તદઉપરાંત આ અરજી બે નકલમાં જરૂરી પુરાવાઓ સાથે આપવાની રહેશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી