પાલિકાની પ્રિ-મોન્સુન ની સુફિયાણી કામગીરી ના લીરે લીરા ઉડયા..
વરસાદ ના કારણે વાતાવરણમાં સામાન્ય ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી..
પાટણ તા. 7
પાટણ શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા ભર્યા વાતાવરણને કારણે લોકો ત્રસ્ત બન્યા ગયા હતા.
ત્યારે ગુરુવારે સવારે વાતાવરણમાં પલ્ટો આવવાની શરૂઆત થઈ હતી. જે બાદ રાત્રે ગાજવીજ સાથે વરસાદે ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
જેને કારણે લોકોને મુશ્કેલીઓ ભોગવવી પડી હતી.ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારાથી છુટકારો મેળવ્યો હતો.
જોકે ગુરૂવારે રાત્રે પડેલા વરસાદે પાલિકા ની પ્રિ-મોન્સુન ની સુફિયાણી કામગીરી ના લીરે લીરા ઉડાવ્યા હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ની અગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે રાજ્યભરમાં હળવાથી સામાન્ય અને અતિ થી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ત્યારે પાટણ માં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો.
જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાય દિવસોથી બફારાથી ત્રસ્ત બનેલા લોકોએ રાહત અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી