મુજપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૮
પ્રા. આ. કેન્દ્ર મુજપુર ખાતે જીલ્લા ક્ષય અધિકારી ડો. ડી.એન પરમાર ના માર્ગદર્શન હેઠળ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ચાલુ વર્ષે મારૂ આરોગ્ય મારો અધિકાર ના સુત્રને સાર્થક કેવી રીતે કરવું અને આરોગ્ય સારૂ રહે તે માટે સારી ટેવો, નિયમિત યોગ,સારો ખોરાક ,સારી જીવનશૈલી અને વ્યશન મુકત રહેવા અપીલ કરવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય કર્મચારીએ પોતાની સુપુત્રી ના જન્મ દિન નિમિતે પ્રા. આ. કેન્દ્ર ટુવડ- મુજપુર ના ૧૦ ટીબી પેશન્ટો ને ન્યુટ્રીશન કીટ અપૅણ કરવામાં આવી હતી. પ્રા. આ. કેન્દ્ર મુજપુર ખાતે પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા યોજના હેઠળ ૨૧ સગર્ભા માતાઓની ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દ્રારા પ્રાથમીક તપાસ કરી જરૂરી લેબ.રીપોર્ટ કરાવી જોખમી સગર્ભા માતાઓને જરૂરી માર્ગદર્શન આપવા માં આવેલ હતું.આ ઉજવણી પ્રસંગે ડો. ડી. એન. પરમાર ડી. ટી. ઓ પાટણ, ડો.જૈમીન ભાટીયા મે.ઓ મુજપુર, સાદુભાઇ ભરવાડ ટી. એચ. એસ,પ્રકાશભાઇ રાવલ એસ. ટી. એસ શંખેશ્વર, મેહુલ કતપરા મ.પ.હે.સુ ,આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો, ટીબી પેશન્ટો, સર્ગભા માતાઓ, આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.