રહીશોએ અંડર બ્રિજમાં ભરાયેલા પાણી વચ્ચોવચ ઊભા રહી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા…
પાટણ તા. 7
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સોજીત્રા અને ગંગેટ ગામના ગ્રામજનોએ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાવાની બાબતને લઈને ભોગવી પડતી હાલાકીના નિરાકરણ માટે શુક્રવારે અંડર બ્રિજમાં ભરાયેલા પાણી વચ્ચોવચ ઊભા રહીને સૂત્રોચાર કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે પ્રદર્શન યોજ્યુ હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ ચાણસ્મા તાલુકા ના સોજીત્રા ગામ થી ગંગેટ રોડ પર નવીન રેલવે લાઈન પસાર થતા માર્ગ પર અંડર પાસ બનાવવામાં આવ્યો છે
પરંતુ આ અંડર પાસની કામગીરીનુ લેવલ ખુબજ નીચું હોવાને લઇ અંડર પાસ વરસાદી પાણીમાં ગરકાવ થઇ જતા સોજીત્રા,ગંગેટ સહીત ના ત્રણ જેટલાં ગામોના લોકો ને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે.તો આ માગૅ પરથી પસાર થતાં ખેડૂતો ને પોતાના ખેતર માં જવા, વાહન લઇ જવું પણ ભારે મુશ્કેલ બનવા પામ્યું છૅ.
આ માર્ગ મહેસાણા હાઇવે ને જોડતો હોઈ વાહનો ની અવર જવર માં પણ ભારે તકલીફ પડી રહી છૅ ત્યારે શુક્રવારે સોજીત્રા ગામ ના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ અંડર પાસ માં ઉભા રહી તંત્ર સામે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરી અને આ અંડર પાસ નું લેવલિંગ કરવા, અંડર પાસ મોટો કરવા સહીતની માંગ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી