પાટણ તાલુકાના ભદ્રાડા, ડેર, નોરતાં વાટા, વડલી અને કમલીવાડામા 3 ભેસ અને 2 પાડી ના મૃત્યુ થયા હતા.
પાટણ તા.15
બીપરજોય વાવાઝોડાની અસરથી પાટણ તાલુકા પંચાયત કચેરી દ્વારા તા.1 લી જુન થી અત્યાર સુધીમાં મૃત્યુ પામેલ પશુધનની સર્વે કામગીરી પૂર્ણ કરી પશુધનના મૃત્યુ સહાયની રકમની ચુકવણી તેના માલિકોને કરી દેવામાં આવી હોવાનું પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
આ બાબતે માહિતી આપતાં પાટણ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે પાટણ તાલુકામાં બીપરજોય વાવાઝોડાની અસરમાં તા. 1 લી.જૂનથી અત્યાર સુધીમાં 3 ભેસ અને 2 પાડી ના મોત નિપજ્યા છે. જેમાં ભદ્રાડા, ડેર, નોરતા વાટા, વડલી અને કમલીવાડા ગામમાં આ પાંચ પશુધન મૃત્યુ પામ્યા હોય જેની સર્વે કામગીરી પૂર્ણ કરી મૃત સહાય રૂ. 1.22 લાખ મજુર કરી તે રકમ મૃત પશુધનના માલિકોને ચુકવણી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.