અનુસુચિત જાતિ ના સળગતા પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામા આવી..
પાટણ તા.15 ગુજરાત કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો પાટણ જિલ્લા કોગ્રેસ એસ.સી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન હસમુખ શકસેના ની રાહબરી હેઠળ ટીમ નો શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પાટણ જિલ્લા અનુસુચિત જાતિ વિભાગ ના ચેરમેન સહિત ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને સમગ્ર અનુસુચિત જાતી ડિપાર્ટમેન્ટ પાટણ જિલ્લાના આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને બંધારણ મુવમેન્ટ અને ફૂલહાર થી સ્વાગત કરી એસસી એસટી અને ઓબીસી ના પડતર પ્રશ્નો ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.
જેમાં હાલમાં ગુજરાતમાં બનતા દલિતો ઉપરના અત્યાચારો એ વર્તમાન સરકાર એટલે કે ભાજપ સરકારમાં જે બની રહ્યા છે તેના માટે યોગ્ય ન્યાય મળે તેવી શક્તિસિંહ પાસે માગણી કરવામાં આવતા પ્રદેશ અધ્યક્ષ દ્રારા તમામ પ્રશ્નો ના ક્રમશઃ નિરાકરણ માટે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી આ બાબતે કાર્યશીલ બનશે તેવી હૈયાધારણા આપી તમામ બાબતે મદદરૂપ બનવા ગુજરાત કોંગ્રેસ સમિતિ સાથે હોવાની તેઓએ ખાતરી આપી હતી.