fbpx

અર્ટીકા ગાડીમા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૩૮ બોટલો સાથે બુટલેગર ઝડપાયો..

Date:

પાટણ એ ડિવિઝન પોલીસે રૂ. 5.70 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા.19
બનાસકાંઠા પાર્સિંગની ertiga ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લેવામાં પાટણ એ ડિવિઝન પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દારૂ જુગાર ની બદીને ડામી દેવા જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર પાટણ એ ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હતા ત્યારે પાટણ સીટી એ ડીવીઝન પીઆઈ આર એમ પરમાર સહિત ના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની અર્ટીકા ગાડી જેનો નં.જી.જે.0-8 સી કે 5058 નો છે જે ગાડીમા બે ઇસમો ગે.કા. ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી સુજનીપુર ગામ તરફથી પાટણ સુર્યાનગર ફાટક થઈ પાટણ શહેરમા આવી રહેલ છે જે બાતમી હકીકત આધારે પાટણ એ ડિવિઝન પોલીસ ટીમે પંચોના માણસો સાથે પાટણ સુર્યાનગર ફાટક તરફ જતા ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હતી તે દરમ્યાન ઉપરોક્ત હકીકતવાળી ગાડી આવતા ગાડી ઉભી રખાવી ગાડી ચાલક ગોસ્વામી ભરતપુરી કેશરપુરી પરમપુરી ઉ.વ.31 રહે સુઢા ગામ પશુ દવાખા નાની પાસે ગોસ્વામીવાસ તા.પાલનપુર જી.બનાસકાઠા વાળા ની ભારતીય બનાવટ ની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલ નંગ-238 કિ.રૂ.65520/- તથા અર્ટીકા ગાડી નં. GJ-08-Ck-5058 કિ.રૂ 5 લાખ તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ. 5000/- મળી કુલ કિ.રૂ.5,70,520/- ના મુદામાલ સાથે પકડી પાટણ એ ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધી આ ગુનામાં સંકળાયેલા અન્ય ઇસમોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ.ઉ.ગુ.યુનિ.ના એમએસસીઆઈટી વિભાગ ખાતે રોજગાર અને સ્વરોજગાર વિશે નો એક દિવસીય સેમીનાર યોજાયો..

એમએસસીઆઇટીના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેમીનાર નો લાભ...

જિલ્લા વહિવટીતંત્રની આપત્તિ વ્યવસ્થાપન અંગે ચિંતીન શિબીર યોજાઈ..

આપત્તિ પૂર્વે/સમયે/બાદ વિભાગોએ કરવાની થતી કામગીરીની ચર્ચાઓ કરાઈ.. પાટણ તા....

પાટણ એલસીબી ટીમે ત્રણેક માસ પહેલા હિંમતનગર આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીને મુદામાલ સાથે દબોચ્યો.

લુંટમાં ગયેલ ચાંદીના દાગીના સાથે ઝડપાયેલ આરોપીને હિમતનગર પોલીસ...