google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જલારામ મંદિર પરિસર ખાતે શ્રાવણ વદઅમાસ નિમિત્તે શિવયાગ કરાયો…

Date:

પાટણ તા. 14 પાટણ શહેરમાં શ્રાવણ માસની ભક્તિ સભર માહોલમાં ભાવિક ભકતો દ્રારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શ્રાવણ માસના ગુરૂવારે શ્રાવણ વદ અમાસના પવિત્ર દિવસે વિવિધ શિવ મંદિરો સહિત ના ધામિર્ક સ્થાનકોમાં હવન યજ્ઞ સહિતના ધામિર્ક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. શહેરના જલારામ મંદિર પરિસર ખાતે શ્રાવણ વદ અમાસ ના પવિત્ર દિવસે શિવયાગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યજ્ઞમાં પાંચ પરિવારના યજમાનો બિરાજમાન બન્યા હતા. યજ્ઞની શાસ્ત્રોકત વિધિ જલારામ મંદિર ના પુજારી રશ્મીકાંત રાવલ સહિત ના ભૂદેવો દ્રારા કરવામાં આવી હતી.જલારામ મંદિર ખાતે આયોજિત આ શિવયાગ સહિત ના ધાર્મિક પ્રસંગો ને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જલારામ ભકતો દ્રારા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના સમીના જાસ્કા નજીક છોટા હાથી, ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત, બેના મોત

અકસ્માત બનતાં ટેમ્પો ચાલક ટેમ્પો મુકી ને ભાગી છુટ્યો...

પાટણના ધારાસભ્યે ધારપુર હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લીધી..

હોસ્પિટલ ની કેન્ટીગ માથી ખાદ્ય પદાર્થ ની ગુણવત્તા જોવા...