google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી..

Date:

અલગ અલગ માર્ગો પર ટીમ દ્વારા કલાકે કલાકે કેટલા વાહનો પસાર થાય છે તેની નોંધ કરાય..

પાટણ તા.22
પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પર ટ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ અંતર્ગત ટ્રાફિકનો સર્વે હાથ ધરવા 14 લોકોની ટીમ ને કામે લગાડવામાં આવી છે જે ટીમો દ્વારા સવારે 9:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી કેટલા વાહનો માગૅ પરથી પસાર થાય છે તેની નોંધ કરી રહ્યા છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં વાહનો વધી રહ્યા છે ત્યારે પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પર ટ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ અંતર્ગત શહેર માંથી કેટલા વાહનો પસાર થાય છે, કેટલા વાહનો શહેરમાં પ્રવેશે છે જેનું સર્વે માર્ગ મકાન વિભાગ દ્વારા 14 જુદી જુદી ટીમો બનાવી શનિવારથી શરૂ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં સવારે 9:00 થી 12 અને બપોરે 12:00 થી રાત્રે 8 એમ બે પાળી માં કેટલા વાહનો માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે તેની નોંધ કરી ટ્રાફિક અંગેની જાણકારી મેળવી રહ્યા છે.14 લોકોની ટીમ સવારે 9:00 થી 8:00 વાગ્યા સુધી માં માર્ગ પરથી કેટલા વાહનો પસાર થઈ રહ્યા છે તેની કલાક વાઇઝ નોંધણી કરી રહ્યા છે.

માર્ગમકાન ના અધિકારી નિલેશ પટેલે જણાવ્યું હતું કે આ પેટર્ન સર્વે કરાવાઈ રહ્યો છે. ટ્રાફિક ક્યાં થઈ રહ્યો છે તે માટે પેટર્ન સર્વે કરેલો હોય તો ભવિષ્યમાં કોઈ પ્લાનિંગ કરવાના થાય તો કામ લાગે એ માટે સર્વે કરાવાઈ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી..

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી.. ~ #369News

પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને રૂ 19.35 લાખની સહાય ચૂકવાઇ…

પાટણ તા. ૧૮પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૫૬ મોડલ ફાર્મ...

પાટણ ખાતે સમસ્ત ઓડ મારુ સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ 2024 યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,કમૅચારીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા..પાટણ તા....