રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા યુનિ.ના અધિકારીઓને આ નિર્ણય બાબતે સન્માનિત કરાયા..
પાટણ તા. 17 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા પાટણ ના મહારાણી નાયિકા દેવી ના સન્માન માં એક મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે . જેમાં સ્પર્ધા માં મેડલ વિજેતા ખેલાડીઓની માતા ઓને નાયકાદેવી પુરસ્કારથી પુરસ્કૃત (સન્માનિત) કરવામાં આવશે. જે નિણૅયને સમગ્ર રાજપૂત સમાજ માટે ગૌરવ રૂપ બાબત હોય સોમવારે રાજપૂત સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા યુનિ ના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ખાતે થોડા દિવસ અગાઉ મળેલી બોર્ડ ઓફ સ્પોર્ટ્સ કમિટી ની બેઠકમાં કમિટી ચેરમેન શૈલેષભાઈ પટેલ અને યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગભાઈ પટેલ તેમજ સમગ્ર કમિટી દ્વારા સર્વાનું મતે પાટણ ના મહારાણી નાયકા દેવી ના સન્માન માં યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજના જે ખેલાડીઓએ યુનિવર્સિટીની સ્પર્ધા જેવી કે વેસ્ટ ઝોન , ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ,ખેલો ઇન્ડિયા યુનિ ગેમ માં મેડલ પ્રાપ્ત કર્યા હોય તેવા ખેલાડીઓની માતાઓને મહારાણી નાયકાદેવી પુરસ્કારથી સન્માનિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો .ત્યારે સમગ્ર રાજપૂત સમાજ માટે આ નિર્ણય ગૌરવ રૂપ બાબત હોય આ નિર્યણ ને વધાવવા પાટણ જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ જેવી કે કરણી સેના,અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લો , સિધ્ધરાજ એજ્યુકેશન ટ્રસ્ટ ,પાટણ શહેર રાજપૂત સમાજ , રાજપુત યુવા સંગઠન, પાટણ જિલ્લા મહાકાલ સેના , રાષ્ટ્રીય રાજપુત કરણી સેના જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા યુનિવર્સિટી ના રજીસ્ટાર ડો.કે. કે. પટેલ અને યુનિ.ના.શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગભાઈ પટેલ નું મહારાજા સિદ્ધરાજ જયસિંહ નો ફોટો અને સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યું હતું. તેમજ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવા બાબતે યુનિવર્સિટી ના કા.કુલપતિ ડો. રોહિત દેસાઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે યુનિવર્સિટીમાં બનતા કોઈ નવા ભવન નું નામ મહારાણી નાયકાદેવી ભવન રાખવા માટે રાજપૂત સમાજ દ્ધારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.