google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરમાં વિવિધ શહેરી મોહલ્લા,પોળો અને સોસાયટી વિસ્તાર સહિત પાર્ટી પ્લોટોમાં નવરાત્રી ના બીજા દિવસે પણ ખેલૈયાઓ એ આદ્યશક્તિ માંઁ જગદંબા, માઁ ભવાની ના ગુણલા ગાતા ગરબાઓની ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજીને રમઝટ મચાવી હતી.

Date:

શહેરના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રોટરેકટ કલબ આયોજિત રણકાર નવરાત્રી મહોત્સવ મા પાટણ ના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારોએ ખાસ ઉપસ્થિત રહી જગત જનની જગદંબાની આરાધનના પવિત્ર પવૅ ને યાદગાર બનાવવા ખેલૈયાઓ સાથે ભક્તિ સંગીત ના તાલે રાસગરબા ની રમઝટ મચાવી હતી.

તો આયોજકો દ્રારા તમામ પત્રકારો ને સન્માનિત કરી આવકાયૉ હતાં. પાટણ શહેરના ખોડાભા હોલ ખાતે હેરિટેજ ગરબા મા પણ ખેલૈયાઓ ને ઉત્સવ ઓરકેસ્ટ્રા ના સથવારે કલાકારોએ રાસગરબાની રમઝટ માટે અધીરા બનાવ્યાં હતા.

તો પ્રગતિ ગ્રાઉન્ડ ખાતે પણ ખેલૈયાઓ એ નવલી નોરતા ના બીજા દિવસને અવનવા સ્ટેપ સાથે ગરબે ધૂમી યાદગાર બનાવ્યો હતો.

શહેરની કલાનગર સોસાયટીમાં પણ નવલી નવરાત્રી ના આયોજન દરમિયાન માંઁ ભવાની, માઁ જગદંબા અને માંઁ બહુચર ની આરાધના સાથે સમૂહ આરતીનો રહીશોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે અસ્થિ તર્પણ વિધિ હોલને ખુલ્લો મુકાયો..

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે અસ્થિ તર્પણ વિધિ હોલને ખુલ્લો મુકાયો.. ~ #369News

પાટણમાં ‘માં નો પરિવાર’ દ્વારા મોટીવેશન સ્પિકર નેહલ ગઢવી નો કાર્યક્રમ યોજાયો..

ફોનની ડી.પી.માં કે કારની બોનેટ પર રાષ્ટ્રધ્વજ રાખવાથી રાષ્ટ્રભક્તિ...