google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ શહેરમાં બનેલા ચેન સ્નેચિંગના બનાવ નો ગણતરી ના કલાકોમા હારીજ પોલીસે ભેદ ઉકેલ્યો..

Date:

પાટણ તા. 18 પાટણ જિલ્લાના તાલુકા મથક શહેરમાંથી ગત તા.17ના રોજ સવારના આશરે અગીયારેક વાગ્યાના સુમારે એક મહિલા પોતાના ઘરેથી શાકભાજી લેવા સારુ કે.પી હાઇસ્કુલ આગળ આવેલ શાક માર્કેટમા જઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ પણ સવાર અજાણ્યા શખ્સ કે જેને માથાના ભાગે હેલ્મેટ પહેરેલ હતુ તેણે ઉપરોક્ત મહિલાના ગળામા પહેરેલ સોનાની ચેન આશરે 29 ગ્રામની (બે તોલાની) કિ રૂ આશરે 80 હજારની ખેંચી પોતાના બાઈક પર નાસી છૂટયો હતો જે બનાવની ભોગ બનનાર મહિલા દ્રારા હારીજ પોલીસ મથકે ફરિયાદી નોંધાવતાં હારીજ પોલીસે ચેનની ચીલઝડપ કરી ભાગી છૂટેલા બાઈક સવાર ઈસમને ઝડપી લેવા હારીજ પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી તેમજ શકદારોની તપાસ કરી ચેન સનેચિંગ કરનાર ઇસમની ઓળખ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચેન સ્નેચીંગ નો ગુન્હો આંચરનાર આરોપીને પકડી સોનાની ચેઇન રિકવર કરેલ. તથા ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ હેલ્મેટ ,મોટર સાયકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરતા પકડાયેલ આરોપીએ પોતાનું નામ લક્ષ્મણભાઇ ઉર્ફે લખન ભારમલભાઇ પરબતભાઇ રાઠોડ ઉવ.આ.૩૫ રહે.માત્રોટા તા.સમી જી.પાટણ હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

જૈનોની તપોભૂમિ ગણાતા પાટણમાં પર્યંષણ મહાપર્વ નો ભકિતસભર માહોલમાં પ્રારંભ કરાયો..

પાટણ તા. 13 ક્ષમા, યાચના, પ્રાણી પ્રત્યે જીવદયા, અહિંસા...

પાટણ જિલ્લામાં સમાવેશ કરાયેલ એસ્પિરેશનલ સાંતલપુર તાલુકાની પાટણ ડીડીઓ પ્રજાપતિ એ મુલાકાત લીધી…

પાટણ જિલ્લામાં સમાવેશ કરાયેલ એસ્પિરેશનલ સાંતલપુર તાલુકાની પાટણ ડીડીઓ પ્રજાપતિ એ મુલાકાત લીધી…