fbpx

સાતલપુર ના ખેમાસર સાસરીમાં આવેલ યુવક ને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી..

Date:

સાતલપુર પોલીસે ગુના મા સંકળાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા..

પાટણ તા.18
પાટણ જિલ્લાના સાતલપુરના ખીમાસર ગામે સાસરીમાં આવેલા ઈસમને ચાર ઈસમોએ ઝેરી દવા પીવડાવી મોત નિપજાવ્યું હોવાની સાંતલપુર પોલીસ મા ફરિયાદ નોધાયા ને ગણતરીના કલાકોમાં ચારે ચાર આરોપીને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું સાંતલપુર પીએસઆઈ એ જણાવ્યું હતું.

આ બાબતે મળતી હકીકત મુજબ રાપર તાલુકાના બાલાસર ગામે રહેતા અને ખેતમજૂરી કરતા મહિપતભાઈ લક્ષ્મણભાઇ કોલી પોતાની પત્ની જોગીબેન ને લઈને તા.14 જુલાઈ ના રોજ પોતાના વતનથી નિકળી તા. 15 મી જુલાઈ ના રોજ પોતાની સાસરી સાંતલપુર તાલુકા ના ખીમાસર ખાતે સવારે આવ્યા હતા. ત્યારે તેની સાસરી કુટુંબ ના જ અને ખીમાસર ગામમાં જ રહેતા

(૧) કોલી અજુભાઇ માંડણભાઇ

(૨) કોલી જગાભાઇ ધરમશીભાઇ

(૩) કોલી મનજીભાઇ કટુભાઇ અને

(૪) કોલી રમેશભાઇ ધરમશીભાઇ

રહે-તમામ સાંતલપુર ખીમાસર, તા. સાંતલપુર જી. પાટણ વાળાઓએ મહીપતભાઇ લખમણભાઇ કોલી ને સવારના આશરે દસેક વાગ્યાથી બપોરના બારેક વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે આ કામના આરોપીઓએ પોતાનો ગુનો કરવાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ સાંતલપુર ખીમાસર ઓરડીમાં જબર જસ્તી થી ઝેરી દવા પીવડાવતાં અને બનાવ ની જાણ પરિવાર ના અન્ય સદસ્યો ને થતાં તાત્કાલિક સારવાર અર્થે સદારામ આઇ.સી. યુ. રાધનપુરમાં લઇ આવેલ ત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા મહિપાલ કોલી એ ડો.ગોવિંદજી ઠાકોરની સમક્ષ ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળીને પોતાને જબર જસ્તી થી ઝેરી દવા પીવડાવેલાની હકિકત જણાવેલ અને ત્યારબાદ મહિપાલ કોલી સારવાર દરમ્યાન મરણ જતા અને આ બાબતની સાતલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં આ કામના ચારેય આરોપીઓએ સાતલપુર PSI હાર્દિક દિનેશકુમાર મકવાણાએ ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રાવણ માસના પ્રારંભે પાટણના શ્રી રોટલીએશ્વર મહાદેવને 11 હજાર રોટલી નો અભિષેક કરાયો.

અભિષેક કરાયેલ રોટલીઓ અબોલ જીવોને પ્રસાદ રૂપે પીરસવામાં આવી.. શ્રાવણ...

પાલિકા ની ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ મા આડખીલી બનતાં રખડતાં ઢોર માલિકો..

પુરેલ ઢોરોને તાળું તોડી રખડતાં ઢોર માલિકો ભગાડી જતા...

રોટરી કલબ પાટણ દ્રારા વાગડોદ શાળા અને આંગણવાડી ના બાળકો ને સ્વેટર વિતરણ કરાયું..

પાટણ તા. ૨૧પાટણના વાગડોદ પ્રાથમિક શાળા કન્યા શાળા તેમજ...