ડો.વી.એમ.શાહ ની આગવી નામના અને ચાહનાને લઈ ભાજપ દ્વારા તેઓને પાટણ લોક સભા બેઠક લડાવે તેવી શકયતાઓ..
પાટણ તા.18
તબીબી નગરી તરીકે પાટણ ને વિશ્વમાં પ્રસિદ્ધ અપાવનાર અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સરળ અને સાદગીભર્યુ વ્યક્તિત્વ ધરાવતા પરગજુ,
સેવાભાવી ની સાથે સાથે ગરીબ દર્દીઓના હમ દર્દ બની તબીબી ક્ષેત્રે આગવી નામના મેળવનાર પાટણ શહેર ના સુભદ્રા નગરમાં આવેલ અવની હોસ્પિટલ ના ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ ડો. વ્યોમેશ એમ.શાહ ની લોક ચાહના ને ધ્યાનમાં રાખીને આગામી લોકસભાની પાટણ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓની પસંદગી કરાઈ તેવી ચચૉઓએ જોર પકડયું છે.
ડો.વ્યોમેશ શાહ દ્વારા પોતાની આગવી પદ્ધતિથી વિકસાવેલી ગર્ભાશયના ટાંકા વગરના ઓપરેશનની પદ્ધતિ મેડિકલ ક્ષેત્રમાં આજે પણ એક માસ્ટરી ગણાય છે.
તેઓએ પાટણ જ નહીં સમગ્ર ગુજરાત અને દેશભરમાં અનેક જગ્યાએ તેના લાઈવ ઓપરેશન અને સેમિનારોમાં તબીબોને તેમની આ ઓપરેશન સિસ્ટમ અંગે જાણકારી અને માર્ગદર્શન આપેલ છે.
તેમજ લિમ્કા બુક ઓફ રેકોર્ડ સહિત અનેક પ્રકારના એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કરીને પાટણના તબીબી આલમનું વિશ્વમાં ગૌરવ વધારેલ છે.
ડોક્ટર વ્યોમેશ એમ.શાહ પોતાના તબીબી વ્યવસાય ની સાથે સાથે અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાઈ ને લોક સેવાના કાર્યો મા આર્થિક રીતે પણ મદદરૂપ બની રહ્યા હોય તેમની આ સેવા પ્રવૃત્તિ ની સૌ કોઇ સરાહના કરી રહ્યા છે
ત્યારે ડો. વી. એમ. શાહ ની આગવી લોક ચાહના ને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી પણ આગામી પાટણ લોકસભાની ચૂંટણીમાં તેઓને ભાજપના ઉમેદવાર તરીકે પ્રમોટ કરે તેવી ચચૉઓ પણ હાલમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી