પાટણ તા.19
G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનના પ્રતિનિધિ મંડળની બુધવારે ઐતિહાસિક નગરી પાટણ ની મુલાકાત દરમિયાન તેઓએ રાણકીવાવ ની મુલાકાત બાદ પાટણના વિશ્વ પ્રસિદ્ધ પટોળા ને પટોળા હાઉસ ખાતે જઈ નિહાળ્યા હતા.
તો પટોળા ના કસબી પરિવાર દ્રારા મહેમાનોનું પુષ્પ ગુચ્છ સાથે સ્વાગત કરી પટોળા બનાવવાની પધ્ધતિ અને તેના વણાટકામ ની ભવ્યતા વિશે માહિતગાર કર્યા હતા. G-20 ના ફાઈનાન્સ ટ્રેક મિટિંગના પ્રતિનિધિ મંડળે પાટણના પટોળા નિહાળી મુક્ત મને તેની પ્રશંસાઓ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી