google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સ્વાસ્થય જોડે ચેડાં કરતાં વેપારીઓને અધિક નિવાસી કલેકટરે રૂ. 2.75 લાખનો દંડ ફટકાર્યો…

Date:

પાટણ તા. 28 પાટણ જિલ્લાવાસીઓનું સ્વાસ્થય સારું રહે અને તેમને ભેળસેળ વગરની બજારમાંથી પ્રોડક્ટ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. આ માટે અધિક નિવાસી કલેકટર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સમયાંતરે બજારમાં ચેકિંગ કરવા અને સેમ્પલ લઈને પાટણવાસીઓને આરોગ્યપ્રદ ખાધ ખોરાકની વસ્તુઓ મળી રહે અને લેભાગુ તત્વો દ્વારા હલકી કક્ષાની ખાધ સામગ્રી લોકોને પધરાવે નહીં તેવા ઉમદા હેતુ થી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મે. સધીકૃપા કિરણા સ્ટોર્સ, મે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીજ, મે. પ્રિન્સ ગૃહ ઉધોગ, મે. ઉમા કિરણાં, મે. આનદ ડેરી , જેવી પેઢીઓ ઉપરથી તેમજ શ્રી પ્રજાપતી ભદ્રેશકુમાર પાસેથી વિવિઘ નમૂના લેવામાં આવ્યા હતા જે નમૂનાઓનું પરિણામ સબસ્ટાનર્ડ અને મિસ બ્રાન્ડેડ આવતા અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા આ 7 પેઢીઓને રૂ. 2.75 લાખ નો દંડ કરવામાં આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે પણ ગ્રાહકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા વેપારી, દુકાનદારો અને હોટલ રેસ્ટોરેન્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે. જેને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ પેસી જવા પામ્યો છે. જો કે બીજી તરફ ફુડ ખાતાના અધિકારીઓનું એવું પણ કહેવું છે કે , પોતાની સાથે થતી છેતરપિંડી સામે ગ્રાહકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ગ્રાહક પોતે જ ઉતાવળમાં હલકી વસ્તુનો શિકાર બની બેસે છે .ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાધ્ય સામ્રગીના સેમ્પલો લઇ પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. જેમાં ખાસ કરીને કાયદેસરના કેસ નોંધી દુકાનદારો સામે પગલાં લેવામાં આવે છે. આમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાવાસીઓનું સ્વાસ્થય સારું રહે તે માટે તેમને ભેળસેળ વગરની બજારમાંથી પ્રોડક્ટ મળી રહે તે માટે કામ કરીને સારી વસ્તુઓ મળી રહે તે માટે અહમ ભૂમિકા ભજવી રહ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગર પાલિકાના 48 માં પ્રમુખ તરીકે હિરલ પરમાર અને 30 મા ઉપપ્રમુખ તરીકે હિના શાહ ચુંટાયા..

પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ, પક્ષના નેતા દશરથજી ઠાકોર,દંડક...

ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ સ્થિત પ્રાદેશિક કેન્દ્રમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ તા. 15ડૉ.બાબાસાહેબ આંબેડ કર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર...

પાટણ પાલિકા વિસ્તારમાં આવતાં હાસાપુર-બોરસણ લીંક રોડ પર છેલ્લા બે માસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા..

પાલિકા સત્તાધીશો સમક્ષ અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય..ભૂગર્ભ ગટર...