fbpx

હવામાન વિભાગ ની આગાહી ના પગલે પાટણ જિલ્લા માં વાવાઝોડા ની અસર જોવા મળી..

Date:

રાધનપુર ના જાવંત્રી ગામે ગરીબ પરિવારો ના મકાન ના પતરા ઉડતા ભારે નુકશાન ભોગવ વાનો વારો આવ્યો..

જિલ્લા તંત્ર દ્વારા નુકસાની નો સર્વે કરી પરિવારોને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી ગરીબ પરિવારો દ્વારા આશા વ્યક્ત કરાઈ.

પાટણ તા. 11
હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારના રોજ પાટણ જિલ્લા માં વાવા જોડા ની અસર જોવા મળી હતી. પાટણ જિલ્લા ના રાઘનપુર તાલુકા ના કેટલાક ગામોમાં રવિવારે અચાનક આવેલા વાતા વરણ બદલાવ ના કારણે સુસ્વાટા બંધ પવન સાથે ઘૂળ ની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું.

તો ભારેખમ પવનના કારણે રાઘનપુર ના જાવત્રી ગામે પતરા વાળા મકાનના પતરા ઉડતા લોકોમાં અફરા-તફરી મચી જવા પામી હતી. તો ગરીબ પરિવારો ના મકાન ના પતરા ઉડવાની સાથે પતરાઓનો સોથ બોલી જતાં ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ત્યારે જિલ્લા તંત્ર આ નુકસાનીનું સર્વે કરી ગરીબ પરિવારને સહાય પેટે વળતર ચૂકવવા માં આવે તેવી આશા નિરાધાર બનેલા ગરીબ પરિવારોએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News

છેલ્લા ૧૦ વર્ષથી ધૂળખાતી પડી રહેલ યુનિ.ની ૧૧ લાખની સ્ટાફ બસ રૂ. ૩.૬૫ લાખમાં વેચાવાનો વારો આવ્યો..

પાટણ તા. ૩૦પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા...