પાટણ તા. 19 ચાણસ્મા તાલુકાના વસઈ ના તલાટી કમ મંત્રી ડી.ડી.ચૌધરી ને બિન અધિકૃત સતત ગેર હાજરી અને તેઓની નબળી કામગીરી સાથે જાહેર વર્તણુંકમાં પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાના અભાવ ના કારણે ગુજરાત પંચાયત સેવા (વર્તણુંક) નિયમો-૧૯૯૮ ના નિયમ-૩નો ભંગ કરેલ હોય ડી.ડી.ચૌધરી તલાટી કમ મંત્રી તરીકેની ફરજો બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવેલ છે. જેથી તેઓને ફરજ પર ચાલુ રાખવા જાહેર હિતમાં ચિત જણાતું ન હોઇ ડી.ડી.ચૌધરી વસઈ ગ્રામ પંચાયત તા.ચાણસ્મા, જિ.પાટણને ગુજરાત પંચાયત સેવા શિત અને અપીલ નિયમો-૧૯૯૪ ના નિયમ-૫ હેઠળ આમુખ”(૧) વાળા આદેશમાં જણાવેલ શરતોને આધીન ફરજ મોકુફી હેઠળ મુકવા તથા ખાતાકીય તપાસ હાથ ધરવા આદેશ કરવામાં આવેલ છે. અને ફરજ મોકુફી દરમિયાન ચૌધરીનું મુખ્ય મથક તાલુકા પંચાયત,સાંતલપુર રાખવામાં આવેલ છે. વસઇ નો ચાર્જ શ્રીમતી આશાબેન એ.રાવલ, ત.ક.મંત્રી,જાખાનાએ તેમજ વસઇપુરા રોજાનો ચાર્જ શ્રીમતિ અંકિતાબેન બી.દેસાઇ, ત.ક.મંત્રી, ચોત્રા એ તથા ચૌધરી હસ્તકના વધારાનો ઇસ્લામપુરા રોજાનો ચાર્જ સંદિપ એસ.પટેલ, ત.ક.મંત્રી, દાંતકરોડી,એ સંભાળવાનો રહેશે ઉકત ચાર્જ સુપ્રત થયેલ તલાટીઓએ હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે ચાર્જ સંભાળવાનો રહેશે,ચાર્જ મળ્યાની નક્લ દિન-૩માં મહેકમ દફતરે રજુ કરવાની રહેશે.
અહેવાલ યશપાલ સ્વામી